વડોદરા શહેર વિસ્તારની આસપાસ આવેલા ગોરવા હરણી સમા તરસાલી બાપુ અને કલાલી ગામોનો વડોદરા શહેર વિસ્તારમાં સમાવેશ કરાયો હતો. સરકારે તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ એક જાહેરનામા દ્વારા આ નિર્ણય કર્યો હતો. આ વિસ્તારો શહેરના આઉટગ્રોથ વિસ્તારો કહેવાતા હતા.
આ વિસ્તારો કોર્પોરેશનની હદમાં ન હોવાના કારણે તેમજ ગ્રામ પંચાયતોનું અસ્તિત્વ ન હોવાના કારણે ત્યાં રહેતા નાગરિકોને સુખાકારી સુવિધા પૂરી પાડવા માટે મુશ્કેલી પડતી હતી. આ ગામો કોર્પોરેશનની હદમાં જોડાતા આશરે સાત હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં વધારો થયો છે. અત્યાર સુધી આ ગામોના લોકો જન્મ મરણ અને લગ્નની નોંધણી પંચાયતમાં કરાવતા હતા, પરંતુ હવે કોર્પોરેશન પાસે થવાની હોવાથી આ ગામોનો જે કંઈ જુનો રેકોર્ડ છે તે કોર્પોરેશનમાં આરોગ્ય કમિશનર દ્વારા મોકલી દેવામાં આવશે. હવેથી આ ગામોના લોકોએ પોતાને ત્યાં જન્મ મરણ અને લગ્નના જે કંઈ બનાવો બને તેની નોંધ વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હસ્તકના જન્મ મરણ અને લગ્ન નોંધણી કચેરી કે જે સરદાર માર્કેટ બિલ્ડીંગ નવાપુરા જયરત્ન બિલ્ડીંગ નજીક કેવડા બાગ ખાતે આવેલી છે