’ક્વોલિટી માર્ક ટ્રસ્ટ’ એ એવી કંપનીઓ માટે ’ક્વોલિટી માર્ક એવોડ્ર્સ’ ની નવમી આવૃત્તિ લાવ્યા છે જે ઉદ્યોગમાં ઝડપથી આગળ વધતા બજારમાં તેમના ઉત્પાદનો અને સેવાઓ માટે પોતાની ઓળખ બનાવે છે. ’ક્વોલિટી માર્ક એવોડ્ર્સ ના છેલ્લાં આઠ કાર્યક્રમોને ઉદ્યોગ સાહસિકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવ્યાં હતાં અને હવે તેની નવમી આવૃત્તિ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે. ક્વોલિટી માર્ક એવોડ્ર્સ માટેના તમારા નોમિનેશન અને નોંધણી માટે, તમે ક્વોલિટી માર્ક ટ્રસ્ટની વેબસાઇટ ુુુ.ૂેટ્ઠઙ્મૈંઅદ્બટ્ઠિાિંેજં.ર્ષ્ઠદ્બ ની મુલાકાત લઈ શકો છો. આ એપ્લિકેશન પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. ઇન્ટરનેશન્લ સિસ્ટમ પ્રમાણપત્રમાં સામેલ સભ્યો દ્વારા વર્ષ ૨૦૧૩ માં ક્વોલિટી માર્ક ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ ભારતનો પહેલો અને એકમાત્ર પુરસ્કાર છે, જે શ્રેષ્ઠ ગુણવત્તાના આધારે આપવામાં આવે છે. આ હેઠળ, કોઈપણ વ્યવસાય, તેના ઉત્પાદનો અને બજારમાં ઓફર કરેલી સેવાઓની ગુણવત્તાની સંપૂર્ણ સિસ્ટમના મૂલ્યાંકનના આધારે નક્કી કરવામાં આવે છે.
અગાઉ, આઠ ક્વોલિટી માર્ક એવોડ્ર્સ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્, મધ્યપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોના વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ક્વોલિટી માર્ક એવોડ્ર્સમાં દર વર્ષે ૨૫૦૦ થી વધુ નોમિનેશન હોય છે. ક્વોલિટી માર્ક ટ્રસ્ટની આ મફત નોંધણી પ્રક્રિયા દ્વારા, કોઈપણ નાના વ્યવસાય માલિક પોતાને નોંધણી કરાવી શકે છે. એકવાર નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, ત્યાર બાદ ટ્રસ્ટના જૂરી સભ્યો કેટલાક ઉમેદવારોને ટેલિફોનીક ઇન્ટરવ્યુ માટે પસંદ કરે છે. દેશની વિવિધ સંસ્થાઓના ઓડિટર, જ્યારે જરૂરી હોય ત્યારે ચૂંટાયેલા ઉમેદવારો અને તેમની સંસ્થાઓની મુલાકાત લે છે અને તેમના ગ્રાહકોને તેમના કાર્ય સાથે આપવામાં આવતી સેવાની ગુણવત્તા વિશેની માહિતી એકત્રિત કરે છે. આ દ્વારા, તે ચોક્કસ સંસ્થાની ક્ષમતા પણ નિશ્ચિત કરવામાં આવે છે. આ પછી, સંસ્થાના જુરી વિજેતાઓની પસંદગી અને તેમના નામની ઘોષણા સાથેના તેમના નોંધણી ફોર્મની અરજી મંગાવવામાં આવે છે.
છેલ્લા આઠ આવૃત્તિઓ દરમિયાન, દેશના જુદા જુદા રાજ્યોમાંથી આશરે ૨૫૦ લોકો અને સંસ્થાઓને ક્વોલિટી માર્ક એવોડ્ર્સ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોડ્ર્સ સેરેમોનીઝમાં ૪૦ કરતાં વધુ વિવિધ કેટેગરીઝ શામેલ છે, અને દરેક કેટેગરીમાં, તેમની નોંધણી વ્યાવસાયિક દ્વારા કરવામાં આવે છે. ક્વોલિટી માર્ક એક ૧૨છ શ્ ૮૦ય્ નોંધાયેલ ટ્રસ્ટ છે અને સૌથી અગત્યની વાત એ છે કે તે બિન-નફાકારક સંસ્થા છે. તેમનો આશય ઉધ્યોગ સાહસિકોમાં આત્મવિશ્વાસ ઊભો કરવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે જેથી કરીને તેઓ દેશ અને દેશની બહાર તેમની ગુણવત્તાને જાળવી રાખીને તેમના વ્યવસાયને આગળ વધારશે. ક્વોલિટી માર્ક એવોડ્ર્સ ૫ સ્ટાર સેરેમોનીઝ તરીકે પણ જોવામાં આવે છે, જેમાં કેન્દ્રીય પ્રધાન, રાજ્ય પ્રધાન અને બોલીવુડના કલાકારો નો સમાવેશ થાય છે. ૧૦૦ થી વધુ ઉદ્યોગ સંગઠનો ક્વોલિટી માર્ક ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.