સાઉથના સુપરસ્ટાર અને તાજેતરમાં જ નેતા બનેલા કમલ હસને એવુ કહીને નવો વિવાદ ઉભો કર્યો છે કે આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હિન્દુ હતો. તે મહાત્મા ગાંધીની હત્યા કરનારો, નાથુરામ ગોડસેના એક સંદર્ભમા વાત કરી રહ્યા હતા. એક ચૂંટણી સભાને સંબોધિત કરતા હસને કહ્યુ કે તે એક એવા સ્વાભિમાની ભારતીય છે જે સમાનતાવાળુ ભારત ઈચ્છે છે.કમલ હસને કહ્યુ, આ એક મુસલમાન વસ્તી ધરાવતો દેશ છે એટલે હુ આવુ નથી બોલી રહ્યો પણ હુ આ વાત ગાંધીની પ્રતિમા સામે બોલી રહ્યો છુ. આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હિન્દુ હતો અને તેનુ નામ નાથુરામ ગોડ્સે છે. ત્યાથી જ આતંકવાદની શરૂઆત થઈ. મહાત્મા ગાંધીની ૧૯૪૮માં થયેલ હત્યાનો હવાલો આપતા હસને કહ્યુ કે તે એ હત્યાનો જવાબ શોધવા આવ્યા છે.
હાસને કહ્યુ, કોઈપણ સાચો ભારતીય હંમેશા રાષ્ટ્રીય ઝંડો તિરંગાને પસંદ કરશે અને તે ઈચ્છશે કે હંમેશા આ રાષ્ટ્રીય ઝંડો રહે. તેમણે આ નિવેદન ૧૯ તારીખના રોજ થનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાવારના પક્ષમાં પ્રચાર દરમિયાન આપ્યુ.
કમલ હસને ૨૧મી ફેબ્રુઆરીએ પોતાની પાર્ટી બનાવી હતી. તેઓ રાજ્યની છૈંછડ્ઢસ્દ્ભ અને કેન્દ્રની ભાજપ સરકાર પર સતત નિશાન સાધતા રહે છે. હાલમાં જ તેમણે ૨૦૨૪માં થનારી લોકસભા ચૂંટણી માટે પાંચ વર્ષ પહેલા જ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. સંભવતઃ દેશમાં પહેલી વખત આવું થયું છે અને ઢંઢેરાનું નામ ’કોવઇ-૨૦૨૪’ રાખ્યું હતું.
કમલ હાસને આપેલા નિવેદન બાદ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ જણાવ્યુ હતુ કે, કમલ હાસન આ પ્રકારનું નિવેદન આપી હિંદુઓનું અપમાન કરી રહ્યા છે. હિંદુ ક્યારેય હિંસક હોતો નથી. કમલ હાસનની માનસીક સ્થિતિ સારી ન હોવાના કારણે તેઓ આ પ્રકારનું વિવાદિત નિવેદન આપી રહ્યા છે.