એબીવીપીની રજુઆત બાદ યુનિ.એ પરિપત્ર કરતા આતશબાજી કરાઈ

839
bvn1382017-6.jpg

એબીવીપી દ્વારા ઘણા સમયથી ટીચીંગ આસિસ્ટન્ટની ભરતી બાબતે યુનિવર્સિટીના બેદરકાર અને ઢીલા અને માંદા તંત્ર સામે ઉગ્ર આંદોલનો અને ઉગ્ર રજુઆત કરવામાં આવી રહી હતી. એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રશ્ન બાબતે પુછતાં નિર્ણય થઈ ગયો છે પણ પરિપત્ર કરીએ છીએ કરવાનો છે જેવા જવાબો આપતા તેમને એબીવીપીના નગરમંત્રી બ્રિજરાજસિંહ ગોહિલ, રવિરાજસિંહ સરવૈયા, ઓમદેવસિંહ સરવૈયા, દિવ્યરાજસિંહ વાળા દ્વારા તાત્કાલિક નિર્ણય કરી પરિપત્ર આજના દિવસમાં જ દરેક કોલેજ-ભવનો સુધી પહોંચાડવા માટે દબાણપુર્વક કહેવામાં આવ્યું હતું. હકારાત્મક નિર્ણયના પરિપત્રો દરેક ભવનો અને કોલેજો સુધી પહોંચ્યા બાદ યુનિવર્સિટી કાર્યાલયની બહાર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવેલ. 

Previous articleઓરીએન્ટલ ઈન્સ્યુ. કંપની દ્વારા રકતદાન કેમ્પ યોજાયો
Next articleબોટાદમાં મલ્ટીપર્પઝ હેલ્થ કાર્યકરો દ્વારા ગ્રેડ પે બાબતે આવેદનપત્ર આપેલ