ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવે મીડીયા કર્મીઓ સુરક્ષિત નથી તે વાત ને જુનાગઢની ઘટના સમર્થન આપી રહી છે. ઇલેકટ્રોનીક અને પ્રિન્ટ મીડીયા કર્મીઓની ગુજરાત અને દેશ હત્યા, હુમલો, ધાક-ધમકી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી સહિતની ઘટના બની ચૂકી છે. જુનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં મીડીયા કર્મી નિઃસ્વાર્થ ભાવે કવરેજ કરવા માટે પહોંચ્યા અને પોલીસ કોઇ હરિભક્તની અટકાયત કરી મીડીયા કર્મીએ કવરેજ કર્યું અને મીડીયા કર્મીને પોલીસના કર્મચારીઓ તૂટી પડ્યા દ્રશ્યો જોય ભલભલાને લગે કે શું આ ખૂંખાર આરોપીને મારી રહ્યા છે. પરંતુ નહીં આ તો ગુજરાતની જાગીરને મારી રહ્યા છે કારણ કવરેજ નહિ કરવા બાબતે ખૂબ ગંભીર ઘટના હોવાનું ખૂદ જુનાગઢ જિલ્લાના એસ.પી.એ સ્વીકારી છે. ત્યારબાદ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા એ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. અને તેમ છતાં કોઇ કાર્યવાહી નહી થતા પત્રકારો ધરણાં પર બેસી ગયા છે. હજુ સુધી સસ્પેન્ડ નહીં કરતા આજે સૌરાષ્ટ્ર ગુજરાતના મીડીયા કર્મી ઓ મા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. બીજા દિવસે મીડીયા કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન ધરણા આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી છે. લાઠીચાર્જ કરનારા પોલીસ કર્મીઓને તાત્કાલિક તાકીદે કાયમી સસ્પેન્ડ કરવા માંગ કરી છે જો આગામી દિવસોમાં સસ્પેન્ડ નહિ કરાય તો રાજુલા પત્રકાર સંઘ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રૂબરૂ ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવશે. તેવી રાજુલાના પત્રકારોએ ચીમકી આપવામાં આવેલ છે.