ગુજરાતમાં ૪થી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગી માટે ભાજપે ક્વાયત શરૂ કરી દીધી છે. આજથી ગાંધીનગર ખાતે કમલમમાં ત્રિ દિવસીય બેઠક બોલાવવામાં આવી છે. આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. તે પછી પસંદગી પર મંજૂરીની મહોર મારવામાં આવશે. ગુજરાતમાં ઉમેદવારી પત્રક ભરવાને હવે બે દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે ભાજપ દ્વારા ગાંધીનગર ખાતે ઉમેદવારોની પસંદંગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં કમલમ ખાતે આજથી ૩ દિવસીય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી છે. જેમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ઝ્રસ્, ડે.ઝ્રસ્ બેઠકમાં હાજર રહેશે.આ બેઠકમાં ૨ જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત, ૭૫ નગરપાલિકાના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી. નિરીક્ષકો દ્ગારા દાવેદારોની સેન્સ લેવામાં આવી. ઉમેદવારોની ચર્ચા અને તેમની સામાજિક ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. સોમવારે આજે ૧૪૨૩ ગ્રામ પંચાયતો માટે ૪થી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારીપત્રકો ૨૦ જાન્યુઆરીમાં સુધીમાં ભરવાના રહેશે.
ગુજરાતમાં પંચાયતની ચૂંટણીને બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે આગામી ૪ ફેબ્રુઆરીએ યોજાનારી ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૨૦ જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે. જ્યારે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની સમય સીમા ૨૩ જાન્યુઆરી સુધીની રહેશે. આ ચૂંટણીઓ માટે મતગણના ૬ ફેબ્રુઆરીએ યોજાશે. ૧૪૨૩ ગ્રામ પંચાયતો માટે યોજાનારી ચૂંટણીમાં ઈવીએમથી મતદાન થશે. તેમાં નોટાનો ઉપયોગ પણ કરી શકાશે.