રોજ બરોજ વધતી જતી ટ્રેનો ઉપર પત્થર મારવાની ઘટના ને લઈને રેલ્વે પોલીસ આરપીએફ વિભાગ દ્વારા રેલ્વે ટ્રેક ની આજુબાજુના વસ્તી ધરાવતાં વિસ્તારમાં સ્થાનિક આગેવાનો. મહિલા બાળકો તમામ લોકોને રેલગાડી ઉપર પત્થરો તથા હોળી ધુળેટી ને તહેવારો માં કેમીકલયુક્ત પાણી ભરીને રેલ્વે ડબ્બામાં ઉપર ફુગાવો બનાવી ફેંકવા નહીં સહિતની અલંગ અલંગ માહીતી પૂરી પાડવામાં આવી હતી.
રેલ્વે વિભાગ દ્વારા એક અભિયાન ચલાવવા માં આવી રહું છે જેનાં ભાગ રૂપે આજરોજ બોટાદ રેલ્વે સ્ટેશન ના આર.પી.એફ ના ઇન્સ્પેક્ટર પીતાંબરદાસ પંડ્યા સાથે બોટાદ આર.પી.એફ સ્ટાફ ના જવાનો દ્વારા રેલ્વે ફાટક નંબર-૧૬૨ ની પાસે રહેતા રહીશો સાથે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં સ્થાનિક આગેવાનો મહિલા બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
જેમાં ચાલું ટ્રેન ઉપર પત્થર ફેંકવા ટ્રેન ઉપર પાણીના પાઉચ ફુગાવો ફેંકવા કેમીકલયુક્ત પાણી ફેકવુ સાથે રેલ્વે ટ્રેકથી બાળકોને દૂર રાખવા ટ્રેક ઉપર બાળકો દ્વારા કોઈ પ્રકારની ચીજ વસ્તુઓ મૂકવી નહીં જેથી કરી મોટી દુર્ઘટના સર્જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું રેલ્વે ટ્રેક પર કોઈ પ્રકારની શંકાસ્પદ ચીજ વસ્તુઓ દેખાય તો રેલ્વે પોલીર્નો સંપર્ક કરવો જેથી કરીને અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે હેતું થી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. સાથે રહીશો અને બાળકો ને સમજવામાં આવેલ કે રેલ્વે ટ્રેન ઉપર પત્થર ફેંકવા તે રેલ્વે એક્ટની કલમ ૧૫૩ ૧૫૪ મુજબનો અપરાધ બને છે.