બાઇક પર લીફ્ટ આપી નશીલો પદાર્થ પીવડાવી દાગીના કઠાવી લેતા બે ઝડપાયા

937

એસ.ઓ.જી. સ્ટાફ પાલીતાણા ડિવિઝન  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે અનિરુધ્ધસિંહ ગોહિલને  બાતમી હકિકત મળેલ કે, અગાઉ ચા માં નશીલા પદાર્થ પીવડાવી લોકોને લૂંટવાના ગુન્હામાં પકડાઈ ચૂકેલ મુકેશ રમેશ દે.પુ. તથા તેનો ભાઈ એક ચોરીના પલ્સર મો.સા. ઉપર પાલીતાણા થી ગારિયાધાર જવાના છે જેથી પરવડી ગામ પાસે વોચ માં હતા અને બાતમી વર્ણન વાળા બન્ને ઈસમો આવતા તેને રોકેલ જેમાં વિકેશ ઉર્ફે બાઠિયો રમેશભાઈ વાઘેલા ઉ.વ. ૨૨, મુકેશ રમેશભાઈ વાઘેલા ઉ.વ. ૩૦,  રાજુ રમેશભાઇ સોલંકી રહેવાસી બન્ને તળાજા રોડ પાલીતાણા વાળા મળી આવેલ તેની પાસેથી બજાજ કંપનીનું પલ્સર મો.સા. રજી. નંબર – જીજે૪-એક્યુ-૩૨૫૬નું   તથા એક મોબાઈલ ફોન મળી આવેલ જેના તેની પાસે આધાર પુરાવા ન હોવાથી શક પડતી  મિલ્કત ગણી કબ્જે કરવામાં આવેલ

બંનેની પૂછપરછ કરતા બંનેએ કબૂલાત આપેલ કે દોઢેક વર્ષ પહેલાં તેઓએ પાલીતાણા ગારિયાધાર રોડ ઉપર એક વૃધ્ધ માણસ ને મો.સા. માં લિફ્ટ આપવાના બહાને બેસાડી રસ્તામાં ચા માં નશીલો પદાર્થ પીવડાવી અર્ધ બેભાન બનાવી તેની પાસેથી સોનાના બટન તથા રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન બળજબરી પૂર્વક કઢાવી લીધેલ અને રસ્તામાં ઉતારી નાશી ગયેલ જેની રેકર્ડ ઉપર ખરાઈ કરતા આ બાબતે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર્ડ થયેલ છે . બન્ને  વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Previous articleબરવાળાના જુના નાવડા ગામે પીવાના પાણીનો કકળાટ
Next articleભાવનગર જિલ્લામાં ઘાસચારો ફાળવવા કેટલ કેમ્પ શરૂ કરવા માલદારીઓની માંગ