પ્રથમવાર આઈસીસી વિશ્વ કપમાં તમામ ૧૦ ટીમોની પાસે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી રહેશે, જેથી ટૂર્નામેન્ટનો પાક સાફ રાખી શકાય. એક રિપોર્ટ અનુસાર આઈસીસી દરેક ટીમની સાથે એક ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી રાખશે જે પ્રેક્ટિસ મેચોથી લઈને ટૂર્નામેન્ટના અંત સુધી સાથે રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું, ’આ પહેલા આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી એકમના અધિકારી દરેક વેન્યૂ પર તૈનાત રહેતા હતા. આ કારણે ટીમોએ ટૂર્નામેન્ટ દરમિયાન ઘણા અધિકારીઓ સાથે સંપર્ક કરવો પડતો હતો.’
તેમાં કહેવામાં આવ્યું, ’હવે એક જ અધિકારી દરેક ટીમની સાથે પ્રેક્ટિસ મેચથી લઈને ટૂર્નામેન્ટના અંત સુધી રહેશે અને તે હોટલમાં રોકાશે જ્યાં ટીમ રોકાશે. તેની સાથે પ્રેક્ટિસ અને મેચો માટે પણ જશે. આ વિશ્વ કપને ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાની આઈસીસીની કાર્યવાહીનો ભાગ છે.’