ઇંગ્લેન્ડની પીચ પર હાર્દિક પંડ્યા ભારતીય ટીમનું ટ્રમ્પ કાર્ડ સાબિત થશે : શેન વોર્ન

495

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ને વર્લ્ડકપ માટે ભારતીય ટીમેને સૌથી ફેવરિટ ગણાવી. વોર્ને એક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારતીય ટીમ શાનદાર છે અને ઇંગ્લન્ડમાં સારુ પર્ફોર્મન્સ કરી શકે છે.

વૉર્ને કહ્યું કે, ભારતીય ટીમ પાસે વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને મહેન્દ્ર સિંહ ધોની જેવા અનેક સારા ખેલાડીઓ છે, પણ ટ્રમ્પ કાર્ડ તો કોઇ બીજો જ સાબિત થશે. વૉર્ને આ વાત હાર્દિક પંડ્યા માટે કહી હતી. આગામી ૩૦ મેથી ઇંગ્લેન્ડમાં ક્રિકેટનો મહાકુંભ શરૂ થઇ રહ્યો છે.

શેન વોર્ને કહ્યું કે, ઇંગ્લેન્ડની પરિસ્થિતીઓમાં હાર્દિક પંડ્યા ટીમનું ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. ટીમમાં અનેક સારા ખેલાડીઓ સામેલ છે. પણ હાર્દિક પંડ્યા એક સારો ઓલરાઉન્ડર છે જે મેચમાં મોટુ અંતર પેદા કરી શકે છે

Previous articleICCવર્લ્ડ કપમાં તમામ ૧૦ ટીમોની પાસે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી રહેશે
Next articleસીએટ એવોડ્‌ર્સ : કોહલી-મંધાના ક્રિકેટર ઓફ ધ યર, બુમરાહ સર્વશ્રેષ્ઠ બોલર.