સીએટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એવોડ્ર્સની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. તેને વર્ષનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન પણ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાને વુમન ક્રિકેટ ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે. રોહિત શર્માને વનડે અને ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આંતરરાષ્ટ્રીય બોલર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. ડાબા હાથના સ્પિનર કુલદીપ યાદવને આઉટસ્ટેન્ડિંગ પ્રદર્શન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.
૧૯૮૩ વિશ્વ કપની ટીમના સભ્ય મોહિન્દર અમરનાથને લાઇફટાઇમ અચીવનેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમરનાથને ઇનામ તરીકે મળેલી રકમને આર્મી વેલફેર ફંડમાં દાન કરવાની વાત કરી હતી. એવોર્ડ સમારોહમાં પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર, ડીન જોન્સ અને સબા કરીમ હાજર હતા.