મોટર વ્હીકલ એક્ટના અમલને લઈ અમદાવાદમાં આવેલી ૧૦ જેટલી ડ્રાઇવિંગ સ્કૂલોમાં અમદાવાદ આરટીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એક્ટનો અમલ ન કરતા ૮ મોટર ડ્રાઈવિંગ સ્કૂલના લાયસન્સ રદ કર્યા છે. આરટીઓ દ્વારા ૨૦ વર્ષ જૂની સ્કૂલોના લાયસન્સ રદ કર્યા છે. જો કે આરટીઓ દ્વારા આ સ્કૂલોએને જ નિશાન બનાવી અને લાયસન્સ રદ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અમદાવાદ જિલ્લામાં અંદાજે ૩૦૦ જેટલી મોટર ડ્રાઈવિંગ સ્કૂલો આવેલી છે. જેમાંથી અમદાવાદ આરટીઓ ૧૦ જેટલી સ્કૂલોમાં જ તપાસ હાથ ધરાઈ હતી. આરટીઓ એસ.પી.મુનિયાએ જણાવ્યું હતું કે તમામ મોટર ડ્રાઈવિંગ સ્કૂલમા સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ જોગવાઇની તપાસ કરવામાં આવી હતી. ડ્રાઈવિંગ સ્કૂલના માલિકો પાસે ટીચિગ રૂમ નથી. ટેક્નિકલ અને મિકેનિકલની સ્ટાફ નથી તેમજ અન્ય ૧૦થી ૧૨ કારણો છે જેથી નિયમ પ્રમાણે લાયસન્સ રદ કર્યા છે. સ્કૂલ માલિક નારાજ હોય તો કમિશનરને ૩૦ દિવસમાં અપીલ કરી શકે છે.