ગુજરાતમાં વસતા ૬ર લાખ બ્રાહ્મણોના આર્થિક, શૈક્ષણિક, સામાજીક અને સ્વાસ્થ્ય, સંસ્કૃતિ ઉત્કર્ષ માટે બ્રહ્મ વિકાસ આયોગ રચવાની બ્રહ્મ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે, જેમાં રાજય સરાર દ્વારા અન્ય જ્ઞાતિઓને જેવી કે, ગુજરાત સરકાર દ્વારા ક્ષત્રિય, ઠાકોર વિકાસ નિગમ, અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, આદિજાતિ વિકાસ નિગમ, ગોપાલક વિકાસ બોર્ડ, મુસ્લિમ વકફ બોર્ડ જેવી સંસ્થાઓની રચના કરેલી છે અને પાટીદારો માટે પણ અલગ બોર્ડ કે આયોગની રચનાની વિચારણામાં છે ત્યારે બ્રહ્મવિકાસ આયોગની સ્થાપના કરવામાં આવે તેવી માંગણી સમાજ દ્વારા કરવામાં આવેલ છે.
બ્રહ્મ સમાજ દ્વારા વર્ષોની માંગણીનો કોઈ ઉકેલ ન આવતાં સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજય દ્વારા બ્રહ્મ સમાજ આયોગ આંદોલન સમિતિની રચના કરી જેમાં રાજયકક્ષાના મહામંત્રી યજ્ઞેશભાઈ દવે દ્વારા સરકારને બ્રહ્મ સમાજ વિકાસ આયોગની માંગણી હેતુસર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તે માંગ સરકાર દ્વારા અસ્વીકૃત કરાતાં તે સમયે સરકાર વિરોધી આંદોલન મોકૂફ રાખવામાં આવેલ. પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં તેમજ બ્રહ્મ વિકાસ માટેના આયોગની રચનાને લગતી કોઈ ગતિવિધી સરકાર દ્વારા ન થતાં હવે આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવ્યું છે. આ માટે તા.ર૬ મી જાન્યુઆરીએ સમસ્ત બ્રાહૃાણો હજારોની સંખ્યામાં ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતેથી બપોરે ર કલાકે ભેગા થઈ ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે રેલી સ્વરૂપે કૂચ કરી બ્રહ્મ વિકાસ આયોગની માંગણી સાથે સરકારને આવેદન પત્ર આપવામાં આવશે.
બ્રહ્મ સમાજએ શાંતિપ્રિય અને કંઈક નવું અર્પણ કરનાર સમાજ છે હાલની પરિસ્થિતિ ઓમાં સમાજ પાંગળો બની રહેલ હોઈ, આર્થિક, સામાજીક રીતે બ્રહ્મ સમાજને ડેવલોપ કરવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. આંધ્રપ્રદેશ રાજયમાં બ્રાહ્મણ ડેવલોપમેન્ટ વેલફેર સ્થાપના કરવામાં આવી છે અને બ્રાહ્મણ સમાજના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ હેઠળ ૧૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવાયેલ છે. તેમજ આ બ્રહ્મ વિકાસ આયોગ સમિતીને રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષશ્રી રાજ શેખાવતે સમર્થન આપીને તથા પાટીદાર અને વેષ્ણવ સમાજ તરફથી પણ પુરેપુરુ સમર્થન આપવાનું જાહેર કરેલ છે.
આ પત્રકાર પરિષદમાં બ્રહ્મવિકાસ આંદોલન સમિતીના કન્વીનર યજ્ઞેશ દવે, લીગલ સેલ કન્વીનર ગુજરાત પ્રદેશ અમરીષભાઈ જાની, ગુજરાત પ્રદેશ સંગઠન ઈન્ચાર્જ કમલેશભાઈ વ્યાસ, ઉત્તર ગુજરાત ઝોન ઈન્ચાર્જ પિયુષભાઈ વ્યાસ તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મંત્રી અશ્વીન ત્રિવેદી, પૂર્વ મહામંત્રી કનૈયાલાલ પંડયા અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી છેલભાઈ જોશી અને નિરવભાઈ દવે, દિવ્યભાઈ ત્રિવેદી અને સંજયભાઈ ત્રિવેદી હાજર રહી પત્રકારો સમક્ષ બ્રહ્મવિકાસ આયોગની માંગણી અંગે વિસ્તુત માહિતી પુરી પાડી હતી.