દાંત, પેઢા તથા મોંના આરોગ્યને પેટના રોગો સાથે સિધો સંબંધ છે. મોં, દાંત તથા પેઢા નિરોગી રાખવાથી મોટા ભાગના પેટના રોગો નિવારી શકાય છે. અને તેમ થાય તો તન અને મનના ઘણા વ્યાધિમાંથી મુક્તિ મળે છે.
દાંડમની કળી (અનારકલી) જેવા દાંત કોને ન ગમે ? પરંતુ તે માટે પ્રયત્નો કરવા પડે છે. સુંદર દંતપંક્તિઓ પધરાવનારનું હાસ્ય મધુર લાગે છે. અને તેનું તન આરોગ્ય અને મન આરોગ્ય પણ મધુર બને છે.
દાંતની સાચી અને સારી સંભાળ રાખવાથી જીંદગીભર દાંત આપણો સાથ નિભાવે છે. મગજમાં નોંધી લો કે દાંત ફકત દેખાડવા માટે નથી. ચાવવા માટે છે. દાંતનો ઉપયોગ ખોરાક ચાવવા સિવાય બન્ય બાબતો માટે ન કરાય. સોડાબોટલો બોલવા દાંતનો ઉપયોગ ન કરાય. તેજ રીતે ગાંઠ ખોલવા, પિસ્તા બદામ, અખરોટના સખત કવચને તોડવા, નખ કાપવા તથા તાર કે ખીલી વળવા માટે દાંત નથી. (કોઈને બચકું કે બટકું ભરવા માટે પણ નહીં – એ પશુ પ્રવૃત્તિ છે !)
ખોરાકને બરાબર ચાલ્યા વિના પેટમાં ઉતારી જવાની કુટેવ દાંત અને પેટ બન્ને માટે ખરાબ છે. ખોરાક કઠણ હોય કે નરમ તેને બરાબર ચાવો. જેથી દાંતને કસરત મળશે, પેઢાં મજબૂત થશે.
વિટામીન સી મળે તેવા ખોરાક દા.ત. બટાટ, દાડમ, આંબળા, પીળાફળો યોગ્ય માત્રામાં લેવા. ઉગાડેલ, ફણગાવેલ કઠોળ ખાસ કરીને મગ તથા કાચી કોબીઝ, કાકડી, મોગરી, મુળા વગેરે દાંતના આરોગ્ય માટે સારા છે. મગફળી, વટાણા, બદામ, બીટ, વગેરે ચાવીને ખાવા. રોટલી – ભાખરી – રોટલો વગેરે ખુબ ચાવીચાવીને ખાવા (આશરે ૪૦ વખત ચાવવા) જેથી મોમાં ખોરાક એકરસ થાય અને ખોરાક પીવા જેવો બને (ડ્રીન્ક યોર સોલીડઝ), ટાઈટલીન એટલે કે લાળરસ ભળવાથી ખોરાકનું પાચન મોંમા જ શરૂ થાય છે અને ખોરાકનું સાકરમાં રૂપાંતર થવાથી મીઠો પણ લાગે છે.
દાતણ ચાવવાથી દાંત-પેઢા મજબુત થશે. બ્રશનો સાચો ઉપયોગ કરવાથી જ ફાયદો છે, નહીંતર નુકશાન બ્રશને ડેટલો કે સ્વચ્છ પાણીથી બરાબર રોજ ધુઓ. બે દાંત વચ્ચે ભરાયેલ ખોરાકના કણો રહી ગયા હોય તો સારી ટુથપેસ્ટ, ડેન્ટ ફલોસ ક વોટર જેટથી (જરૂર પડે નિષ્ણાંત પાસેથી શીખી) સાફ કરો. વધુ ગળ્યા પદાર્થો ન ખાવા, દાંત પર છારી જામે અને બ્રશ વડે સાફ ન થાય તો દાંતના ડોકટર પાસે સફાઈ કરાવો. તમાકુ, સીગારેટ, આલ્કોહોલ (દારૂ) તથા નશીલા પદાર્થોનું સેવન એટલે દાંત તથા પેઢાની બરાબાદી, તન-મનની બરબાદી, કેલ્સીયમ, લોહ, વીટામીન, ફોસ્ફરસ યુક્ત ખોરાક જે માતા તથા બાળકના દાંત માટે જરૂરી છે. દાંતની નિયમીત તપાસ (રોગ ન હોય તો પણ) દર વર્ષે કરાવવી જરૂરી છે. મોટી ઉંમરનાએ ૪-પ મહીને બતાવવું જરૂરી છે. જમ્યા પછી કોગળા બરાબર કરવાં, સુતી વખતે બ્રશ કરવું કે દાંત અન્ય રીતે બરાબર સાફ કરવા. ખુબ ઠંડા કે ગરમ પદાર્થો ન ખાવા યાદ રાખો દાંતને સાચવો, દાંતતેમને સાચવશે.
મરડા વિષે ટુંકમાં માહિતી
આપણા વિસ્તારમાં મરડો એટલો બધો સામાન્ય્ છે. કે તેના વિષે સામાન્ય માહિતી, સામાન્ય લોકો માટે, અત્રે આપવી યોગ્ય ગણાશે. (૧) લક્ષણો : મોટાભાગના દર્દીઓ ચીકાશવાળો ઝાડો, લોહી-પરૂવાળી ઝાડો, આંકળી આવવી, પેટમાં દુઃખવું, અપચો થવો વગેરે ફરિયાદો કરે છે. જયારે મરડાના અમુક દર્દીને કશી તકલીફ નથી હોતી. જો કે તેના ઝાડામાં મરડાના જંતુ જોવા મળે છે. તેથી તે મરડાનો દર્દી ગણાય જ. કેટલાક તો વળી કબજીયાતની ફરિયાદ સાથે આવે. જેને મરડો કહેતા આપણે અચકાઈએ, પરંતુ તબીબી દ્રષ્ટિએ તે મરડો જ છે. (ર) ખાસ કરીને મોટા આંતરડામાં સોજો આવે છે. (કોલાઈટીસ) (૩) આ રોગ જલ્દીથી મટતો નથી અને વારંવાર થાય છે. (ઉથલો મારવો- રીકરન્સ). (૪) આંતરડામાંથી આગળ વધીને આ રોગ લીવર (યકૃત)માં સોજો અને રસી ઉત્પન્ન કરે છે. કેટલીકવાર ફેફસા મગજ કે શરીરના અન્ય્ અવયવો સુધી રોગના જંતુઓ ફેલાય છે. (પ) મરડાની સારવાર પુરેપુરી લેવી. અધુરી સારવાર ખતરનાક પુરવાર થાય છે. (૬) મરડાના દર્દીએ તીખો, તળેલો, મસાલાવાળી ભારે ખોરાક ન લેવો. ખોરાક હળવો તથા સહેલાઈથી પચેત ેવો હોવો જોઈએ. દહીં, છાશ વગેરે વધુ લેવા. (૭) પાણી ઉકાળીને પીવું. (૮) સ્વચ્છતા જાળવવી, સંડાસ ગયા પછી જમ્યા પહેલા અને જામ્યા પછી સાબુથી બરાબર હાથ ધોવા. જેથી રોષ બીજાને ન લાગે. (૯) મરડા વિરોધી ગોળીઓનો ઉપયોગ ફાવે તેમ ન કરવો. ઘણા દર્દીઓ, લક્ષણો દેખાય ત્યારે બે-ચાર ગોળી ખાઈ લે છે. જરા સારૂ લાગે એટલે ગોળી બંધ કરે છે. આ નુકશાનકર્તા છે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિરૂદ્ધનું છે. માટે તબીબી સલાહ મુજબ જ સારવાર લેવી. (૧૦) આ ભયંકર રોગથીબ ચવા માટે : પાણી ઉકાળીને પીવું, શાકભાજી બરાબર ધોવા. બજારૂ વસ્તુ ન ખાવી. સ્વચ્છતાના નિયમોચ ુસ્તપણે પાળવા.