બોટાદ જીલ્લાના રાણપુરની નદીની ભુમાફીયાઓએ ઘોર ખોદી નાખી છે છેક શિહોર,પાલીતાણા સુધી આ રેતી ચોરી વેચાય છે.ત્યારે રાણપુર તાલુકાના ગઢીયા ગામે રેતી ચોરી પકડવા ગયેલી અમરેલી તથા બોટાદ ની ખાણખનીજની ટીમે ટ્રેક્ટર, ટ્રોલી મહિન્દ્રા કંપનીનું નંબર વિનાનુ ટ્રેક્ટર મળી કુલ પાંચ વાહનો ખનીજ ચોરી કરતા રેઈડ દરમ્યાન મળી આવેલ ત્યારે આરોપીઓ પણ આવી અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરી ભુંડાબોલી ગાળો આપી મારી નાખવાની ધમકીઓ આપી ટ્રેક્ટર તથા લોડર છોડાવી જતા રાણપુર પોલીસે લોડરના માલિક બનાભાઈ જેશીગભાઈ સાટીયા રહે.દેરડી તા.રાણપુર,કીનાભાઈ કેહાભાઈ સાટીયા રહે.સાંગણપુર,નાથાભાઈ રાહાભાઈ સિંધવ રહે.બોટાદ,દાવલભાઈ હરીભાઈ સિંધવ રહે,બોટાદ તથા તપાસમાં નીકળે તે ડ્રાઈવર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરેલ છે.રાણપુરની નદીઓમાંથી ઢગલે મોઢે રેતીચોરી થાય છે ત્યારે આ બનાવ સંદર્ભે ચકચાર મચી જવા પામી છે.