એસ.ઓ.જી. શાખાના પી.આઇ. એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના બાવકુદાન ગઢવીને મળેલ બાતમી હકિકત આધારે સ્ત્રી આરોપી સોનલબેન મહેન્દ્રભાઇ પરમાર ઉ.વ.૨૫ રહેવાસી ઘોઘારોડ, શીતળામાના મંદિર પાછળ મૈત્રી સોસાયટીવાળી સંતકંવરરામ ચોક, કાળાનાળા ભાવનગર ખાતેથી સોનાની ચેઇન-૧ કિ.રૂ઼. ૧૫૦૦૦/- તથા સોનાની વીટી નંગ-૨ કિ.રૂ઼.૩૦,૦૦૦/- ની મજકુર સ્ત્રી પાસેથી શકપડતી મિલ્કત ગણી કબ્જે કરવામાં આવેલ અને તેણીની અટકાયત કરવામાં આવેલ.
આ સ્ત્રીની પુછપરછ હાથ ધરતા તેણીએ કબુલાત આપેલ હતી કે, તે હિલડ્રાઇવ વિસ્તારમાં મકાનોમાં ઘરકામ કરવા માટે જાય છે અને એક મકાનમાંથી આશરે ચારેક વર્ષ પહેલા સોનાની રૂદ્દાક્ષની માળા તથા એક ઘરમાંથી એકાદ વર્ષ પહેલા સોનાની ચેઇન, વીટીઓ, બ્રેસલેટ વિગેરે દાગીનાની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. જે બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા આ ચોરી બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ રજીસ્ટર થયેલ છે. સ્ત્રી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.