ધાતરવડી ડેમમાંથી રાજુલા તાલુકાના ગામોના ખેડૂતો માટે બનતી રૂા.૩ કરોડના ખર્ચે નવી કેનાલમાં લોટ પાણીેન લાકડા તાલુકા પંચાયત પ્રમુખ સ્થળ પર જઇ ઉપર લેવલે રજૂઆત કરી હતી અને સ્થળ તપાસ કરી પેમેન્ટ અટકાવવા માંગ ઉઠાવેલ.
રાજુલા તાલુકાના વિવિધ ગામડાઓને આશીર્વાદ રૂપે કેનાલ બની રહી છે. તેમાં તરડા પડી જતા આજે તાલુકા પંચાયતના પ્રમુખે સ્થળ પર મુલાકાત કરી ઉચ્ચસ્તરે રજુઆત કરી હતી.
જાણવા મળતી વિગત મુજબ રાજુલાના ધાતરવડી ડેમમાંથી ૩ કરોડના ખર્ચે કેનાલનું કામ ચાલી રહ્યું છે. જે કામમાં લોટ પાણીને લાકડા થતા હાલ કેનાલમાં તરડાઓ પડી ગયા છે. આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ માસુમબેન બારૈયા આગેવાનો જીલુભાઇ બારૈયા સહિતનાએ ઘટના સ્થળે દોડી જઇ કેનાલ બાબતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ અધિકારીઓને રજુઆત કરી હતી.
રજુઆતમાં જણાવ્યું હતું કે તંત્ર કોન્ટ્રાક્ટની મીલી ભગતથી આ કેનાલમાં કામમાં લોટ પાણીને લાકડા થઇ રહ્યા છે. આ કેનાલની યોગ્ય તપાસ કરી પેમેન્ટ અટકાવવા રજુઆત કરી હતી. ત્યારે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.