ગોહિલવાડ રૈક્વ બ્રાહ્મણ જ્ઞાતિના છાત્રાલય ખાતે ધો.૬ થી કોલેજ કક્ષા સુધીનાં વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે પાંચ દિવસીય વર્કશોપ સમર કેમ્પનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ગણિત – વિજ્ઞાન વર્કશોપ, યોગ, પ્રાણાયામ, ક્વીઝ કોમ્પીટીશન, કથ્થક, અભિનય કળા, વાનગી, ડ્રોઇંગનો વર્કશોપ યોજાયા હતા. જ્યારે તા.૧૪ના ક્રાફ્ટ અને પેપર વર્કશોપ, ગૃહઉદ્યોગ, પર્સનાલીટી ડેવલોપમેન્ટ તથા તા.૧૫ના રોજ રંગોળી, મહેન્દીનો વર્કશોપ સહિત ઇન્ડોર અને આઉટડોર વિવિધ રમતોનો પણ વર્કશોપ યોજાશે. આમ આ પાંત દિવસીય સમર કેમ્પમાં કુલ ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે.