ઢસા સ્વામીનારાયણ મંદિરમાં સ્વામી પર હુમલો કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

1337

ગત તા.૮ના રોજ રાત્રીનાં દોઢેક વાગ્યે ઢસા સ્વામીનારાયણ  મંદિરમાં ચોરી કરવાનાં ઇરાદે મંદિરમાં પ્રવેશ કરીને સ્વામી ઉપર છરી વડે હુમલો કરી નાસી છૂટેલ. તે બનાવની પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ કરતા આજે ૩ શખ્સોને ઝડપી લીધા હતા.

અગાઉ આવા ગુન્હાઓ માં પકડાયેલ આરોપીઓની પુછપરછ તથા એમ.સી.આર. કાર્ડ વાળા ઇસમો તથા હીસ્ટ્રીશીટરો ની તપાસ તથા દંગા ચેક કરવામાં આવેલ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે શંકાસ્પદ નંબરો વાળા ઇસમોની પુછપરછ કરતા હતા અને આજરોજ ભુપતભાઇ બીજલભાઇ માથાસુળીયા જેઓ અગાઉ પણ ભાવનગર જીલ્લામાં અગાઉ ગુન્હાઓમાં પકડાયેલ હોય અને ભાવનગર  જીલ્લાના હીસ્ટ્રીશીટર હોય તેઓને બોટાદ એલ.સી.બી. કચેરી બોટાદ ખાતે લાવી વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરતા પોતે ગુન્હો કરેલાનો પ્રાથમીક એકરાર કરેલ અને પોતાની સાથે બીજા બે આરોપીઓ દિલીપભાઇ ઉર્ફે દીલો પોપટભાઇ સાથળીયા રહે.ધોળા તથા કમાભાઇ કરશનભાઇ પરમાર રહે.ઉમરાળા વાળા નાઓ હોય આ બંને ઇસમોને ઇસમોને પુછપરછ અર્થે એલ.સી.બી. કચેરી બોટાદ ખાતે લાવી ત્રણેય ઇસમોને સાથે રાખી પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ ગુન્હો કરેલાનો એકરાર કરતા આજરોજ તા.૧૪ ના ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી ઢસા પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

Previous articleવડવા તલાવડીમાં ગટરનાં પાણી ફરિવળ્યા
Next articleભરવાડ યુવાન દ્વારા પોતાની વાડીમાંથી રાણપુર ગ્રામ પંચાયતને પાણી અપાયું