સિહોર હાઇ-વે પર વૃક્ષની ડાળી ધરાશાયી

966

ભાવનગર – રાજકોટ હાઇ-વે સિહોર ખાતે મામલતદાર કચેરી સામે આવેલ એક મહાકાય વૃક્ષની વિશાળ ડાળી ભારે પવનનાં કારણે રસ્તા વચ્ચે અચાનક પડતા એક તરફનો રસ્તો બ્લોક થઇ જવા પામેલ. સદ્દનસીબે આ સમયે રસ્તા ઉપરથી કોઇ રાહદારી કે વાહન પસાર થતું નહોતું. કોઇને ઇજા કે જાનહાની ટળી હતી. બનાવની જાણ થતા સિહોર નગરપાલિકાની ટીમ સ્થળ ઉપર પહોંચીને ઝાડની ડાળીઓ રોડ ઉપરથી અલગ કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જો કે સિહોરમાં આવા મહાકાય ઝાડ દાદાની વાવથી એસ.ટી.બસસ્ટેન્ડ સુધી છે. ત્યારે પવન અને વાવાઝોડાનાં હિસાબે કાંઇપણ દુર્ઘટના બની શકે તેમ હોય  ચોમાસા પૂર્વે મહાકાય વૃક્ષોની નમી ગયેલી ડાળીઓ કાપી નાખવામાં આવે તો દુર્ઘટના નિવારી શકાય તેવી લોકમુખે ચર્ચા થઇ રહી છે.

Previous articleભરવાડ યુવાન દ્વારા પોતાની વાડીમાંથી રાણપુર ગ્રામ પંચાયતને પાણી અપાયું
Next articleકનવલપ્રિત સિંહ, “ગેબ્રુ ગેંગ” માં જોવા મળશે!