જે.કે. સરવૈયા કોલેજ ખાતે બી.એસ.ડબલ્યુ અને એમ.એસ.ડબલ્યુનાં વિદ્યાર્થીઓ માટે સંદેશાવ્યવહારનાં સરળ પધ્ધતિનાં માધ્યમ તરીકે કઠપુતળીનો કેવી રીતે ઉપયોગ થાય તે હેતુથીએક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન કાળમાં જ્યારે કોઈ ટેકનોલોજી ન હતી અને કોઈપણ બાબતનો પ્રચાર પ્રસાર કરવો હોય ત્યારે કઠપૂતળીનાં ખેલ દ્વારા એક-બીજાને સંદેશ આપવામાં આવતા પરંતુ સમયાંતરે આ સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે આથી જે.કે. સરવૈયા કોલેજ દ્વારા આજનો વિદ્યાર્થી આ સંસ્કૃતિ વિશે માહિતી પ્રાપ્ત કરી શકે તે હેતુથી કઠપુતળીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.