આવકવેરા વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ માલસામાન અને સેવાઓના નિકાસકારો સાથે વિશેષ આર્થિક ક્ષેત્રના એકમોના સપ્લાયર્સને જૂનથી જીએસટી રિફંડ આપમેળે મળવા લાગશે. કરદાતાઓને હેરાનગતિના થાય માટે તેમજ દાવાઓના ઝડપી નિકાલ કરવા માટે ઓનલાઈન સિસ્ટમ હેઠળ રિફંડ પ્રાપ્ત કરવાની યોજના પર આવકવેરા વિભાગ કામ કરી રહ્યું છે. જીએસટી હેઠળ શૂન્ય કરવાળી સેવા પૂરી પાડનાર એકમો માટે રિફંડનો દાવો કરવા માટે બે વિકલ્પ છે. તે બોન્ડ/એલયૂટી (લેટર ઓફ અંડરટેકિંગ) હેઠળ એકીકૃત વગરના ટેકસની ચૂકવણી કરી નિકાસ કરી શકે છે તેમજ માલ પર દિધેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) પર રિફંડનો દાવો કરી શકે છે અથવા તો પછી તે એકીકૃત ટેક્સને ચૂકવણી કરી નિકાસ કરી તેના બાદ રિફંડનો દાવો કરી શકે છે. હાલમાં સ્વતઃ રિફંડની સુવિધા ફક્ત તે નિકાસકારો ને પૂરી પાડવામાં આવશે જેઓએ વસ્તુઓની નિકાસ કરવા સમયે એકીકૃત વસ્તુ અને સેવા કરની ચૂકવણી કરી હોય. જીએસટી નેટવર્ક (જીએસટીએન) પ્રણાલીનું સીમા શુલ્ક સાથે એકીકરણ કરવામાં આવતા આવા નિકાસકારોના રિફંડને એક પખવાડિયાની અંદર સામાન્ય રીતે બેંક ખાતામાં મોકલી દેવામાં આવે છે. અધિકારીઓએ કહ્યું કે આવકવેરા વિભાગ અને જીએસટીએન આગામી મહિના સુધીમાં રિફંડ લાવવાની પ્રક્રિયા ઓનલાઈન કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. જે રિફંડ પ્રક્રિયાને ઝડપી બનાવશે તેમજ બોગસ રિફંડને ખતમ કરશે.