ભૂસ્તર વિભાગની ટીમે કડી સ્થિત ગોપાલ ગ્લાસ ફેક્ટરીમાં રેડ પાડી હતી. ફેકટરીમાં ગેર-કાયદેસર ચાઇના ક્લેના ઉપયોગ ની ફરિયાદ થઇ હતી જેના આધારે ભૂસ્તર વિભાગે ફેક્ટરીમાં જઇ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. ૩ દિવસ પહેલા જ ફેકટરી માં જતી બે ટ્રક ઝડપાઇ હતી જેના આધારે ત્યાં ચાલતા ગેરકાયદેસર ના ચાઇના ક્લેનો ભાંડો ફૂટ્યો હતો. હાલમાં ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે.