ગુજરાત આરોગ્ય વિભાગના કમિશ્નર જયંતિ રવિની સૂચના અને માર્ગદર્શન અનુસાર રાજ્યના વિવિધ ગામોમાં વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ ના પ્રચાર પ્રસાર માટે આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા સપ્તધારા થકી સ્વાસ્થ્યના ઉદ્દેશના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા હાલની ગરમીની ઋતુને ધ્યાનમાં લઇ અત્યંત ગરમીની પરિસ્થિતિમાં બચાવ માટેની જાગૃતિ કેળવાય તે હેતુસર તાલુકાના વાસણા, ગાંફ, બાજરડાના ગામોમાં પપેટ શો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડા.દિનેશ પટેલે જણાવ્યું હતું કે હાલની આ ગરમીની પરિસ્થિતિમાં નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા બહેનોની વિશેષ કાળજી રાખવી ખૂબ જ આવશ્યક છે. શક્ય હોય ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઇએ. વધુમાં વધુ શરીર ઢંકાઇ તેવા ઢીલા ફીટીંગ વાળા, વજનમાં હલકા અને આછા રંગના વસ્ત્રો પહેરવા, માથા અને ચહેરાના રક્ષણ માટે ટોપી પહેરવી. ખુબ જ ગરમીમાં સખત કામ કરવાનું ટાળવું. વધુમાં વધુ પુષ્કળ પ્રમાણમાં આરોગ્ય કર્મચારી ગિરીશ સોલંકી, જયદ્રથ સોલંકી, જગદીશભાઇ, હિરેનભાઇ, વગેરે દ્વારા લોકેોને તેમની શૈલીમાં લુ થી બચવા માટેના પગલાંની જનજાગૃતિ માટેની માહિતી આપવામાં આવેલ.