વિલાસબેન સવાણીમાંથી હવે વિશ્વાનંદમયી બન્યા

552

ધો.૧૦ સુધીના અભ્યાસ બાદ આગળ કારકિર્દી કે વ્યાવસાયિક અભ્યાસના બદલ ધર્મ અધ્યાત્મના અભ્યાસને પસંદ કરી સંન્યાસના પોષાક ભગવા ધારણ કરી પોતાનું વિલાસ નામ થોડી વિશ્વાનંદમયી નામથી ઓળખાયા. વાત છે. જાળિયા ગામના શિવકુંજ આશ્રમના વિશ્વાનંદમયી દેવીની જેણે ધર્મ અને સમાજનો સમન્વય કર્યો.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગામ જાળીયાના વિશ્વાનંદમયી દેવી શિવકુંજ આશ્રમમાં માત્ર પૂજાપાઠ નહિં ધર્મ અને સમાજને સાંકળની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ધર્મગાનના ગાયક કલાકારથી કથાકાર બન્યા.

જાળિયા ગામના શિવકુંજ આશ્રમમાં બચપણથી સત્સંગી જીવન શરૂ થયું. ગામની જ પ્રાથમિક શાળા તથા બાજુના માંડવા ગામે માધ્યમિક શાળામાં ધોરણ ૮ થી ૧૦ અભ્યાસ થતો રહ્યો અને સાથે સાથે જ સ્તુતિ, પ્રાર્થના અને લોકગીત, ભજનના ગામ પણ કંઠમાં જોડાતા ગયા. કેળવાતા ગયા, ગવાતા ગયા. અરે, આકાશવાણી અને દુરદર્શન પર પણ પ્રસ્તિત થઇ.

ધર્મ ગીત ગાનના કલાકારમાંથી કથાકાર પણ થઇને રહ્યા. ૨૦૦૯ના વર્ષમાં દ્વારકા તીર્થમાં પ્રથમવાર વ્યાસપીઠ પર બિરાજી રામકથા કરી એકપછી એક કથા પારાયણ શરૂ થયા. રામચરિત માનસ, દેવીભાગવત, શ્રીમદ્દ ભાગવત કથા એમ એક પછી એક કથા પારાયણ શરૂ થયા. માયાનગરી મુંબઇ, તીર્થસ્થાન, પ્રયાગરાજ, સહિત નાના મોટા ગામ નગરો અને સ્થાનોમાં કથા, સત્સંગ, પ્રવચનો શરૂ થયા. વિવિધ સંસ્થાઓનાં કાર્યક્રમોમાં પણ ઉદ્દબધનો માટે જવાનું થાય. સામાજિક આયોજનોમાં પણ સામેલ થયા.

વિલાસબેન સવાણી હવે માત્ર જાળિયા ગામ માટે નહિં વિશ્વાનંદમયી દેવી બની નાના મોટા સ્થાનોમાં ધર્મકાર્ય માટે જવા માંડ્યા. શિક્ષિત તો હતા જ હવે દિક્ષિત પણ બની ગયા. વિલાસ મુકી વિશ્વાનંદમયી બન્યા.

ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા આ જાળિયાનાં શિવકુંજ આશ્રમમાં શિવલિંગની સ્થાપન કરાયું છે. કોઇ મોટું મંદિર ઉભું કરાયું નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણિત યજ્ઞશાળામાં સર્વે જન હિતાયું સૌના કલ્યાણ માટે વિવિધ યજ્ઞોમાં આહૂતિઓ હોમાતી રહે છે. આશ્રમમાં ભજન, સંત્સંગ અને પ્રસાદનો લાભ તો હોય છે ને ! ગયા વર્ષે શ્રાવણ માસમાં આખો મહિનો યજ્ઞ ચાલ્યા. ગણેશ યાગ, વિષ્ણુયાગ, ચંડીયાગ, મહારૂદ્દયાગ, અને ભૈરવયાગ યોજાયા. આખો મહિનો આ પ્રકારના યજ્ઞોનું આયોજન આપણાં પંથકમાં સૌ પ્રથમવાર થયું, સંતો મહંતો પણ આહૂતિ અર્પી ગયા.

શિવકુંજમાં એક જરૂરીયાતમંદ કન્યાનો માંડવો નાખી કન્યાદાન કરી, કોડભરી કન્યાના લગ્ન પણ કરાવાયા છે. એક બાળકીને દત્તક રાખી સાર સંભાળ સાથે સન્યાસ કરાવાઇ રહ્યો છે. માત્ર ધર્મના ક્રિયાકાંડ જ નહિં. સામાજિક જાગૃતિ માટે શિવકુંજ આશ્રમ અને વિશ્વાનંદમયીદેવીજી દ્વારા કામ થઇ રહ્યું છે. રક્તદાન શિબિર,  રાષ્ટ્રીય સેવા યોજના શિબિર, પક્ષીઓ માટે માળા – કુંડા વિતરણ કે જાળિયા ગામના વિકાસમાં પૂરક બન્યા જેવી પ્રવૃતિ થતી રહે છે. આશ્રમમાં સંતો, મહંતો, વિદ્વાનો, અને સામાજિક તથા રાજકીય મહાનુભાવો મહેમાન બનતા રહે છે. ત્યારે અહિં બિરાજે છે. વિલાસ નહિં હવે વિશ્વાનંદમયી..!!

Previous articleઅશક્ત, વિકલાંગ અને દિવ્યાંગ જૈનોને જિનાલય લઈ જઈને દર્શન કરાવાયા
Next articleમજાદર ગામે સોનલમાંના મંદિરનો સાતમો પાટોત્સવ શનિવારે યોજાશે