રાજુલાના મજાદર ગામે ભગવતી સોનલમાના મંદિરનો સાતમો નિર્વાણદિન સોનલ યુવાશક્તિ ગ્રુપ દ્વારા તા.૧૮ ને શનિવારે યોજાશે જેમાં ભોજન અને ભજન સંતવાણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાશે.
રાજુલા તાલુકાના મજાદર કાગધામ ભગવતી આઇ સોનલમાંના મંદિરનો સાતમો નિર્વાણ દીન પાટોત્સવ તા.૧૮ને શનિવારે યોજાશે. તેમજ આ પ્રસંગે ચારણ શક્તિઓ બનુમા કેસર કંકુમાં આઇ રાધામા સહિત શક્તિઓ પધારી આશીર્વાદ પાઠવશે. આ પ્રસંગે સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ પ્રમુખ પ્રતાપભાઇ વરૂ રાજ્ય કલાજગતના યોગેશ બોક્સા ધારાસભ્ય અંબરીશભાઇ ડેર સહિતનું સન્માન યોજાશે. તેમજ રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનીક પરેશાન ગઢવી, લોક ગાઇકા કિરણબેન ગઢવી, અષાઢી ગાયક ભરતભાઇ બોરીચા, રાજભા ગઢવી નાગલનેસ, માધુભાઇ ગઢવી માતાજીઓના ભોળીયા ગાઇને આરાધના કરાશે. આ પ્રસંગનો લાભ લેવા બાબરીયાવાડની તમામ જનતાને યુવા સોનલ શક્તિ ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.