જાફરાબાદ ખાતે વનવિભાગનાં રેસ્ક્યુ સેન્ટરનાં બાંધકામમાં ભ્રષ્ટાચારની રાવ

559

હવે ભ્રષ્ટાચારનો ભોરીંગ વન વિભાગના ઉચ્ચ અધિકારી સુધી આંબી ગયો હોય તેવો જાફરાબાદના બાબરકોટ ખાતે આવેલ વનવિભાગનું રેસ્ક્યુ સેન્ટરના લાખો રૂપિયાના બાંધકામના સરકારી નિયમાનુસાર પ્રથમ ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે. પણ આ રેસ્ક્યુ સેન્ટરમાં વહીવટી કરીને ગમે તેને બાંધકામ આપી દીધેલ હોય આ બાબતે જાફરાબાદ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જે ભ્રષ્ટાચારનો ભોરીંગ સ્થાનિકથી ઉપર સુધી આ બાબતે તપાસ થાય તો કંઇકના તપેલા ચડી જાય તેમ છે. આ બાબતે ભ્રષ્ટાચારના મા અમરેલી ડી.એફ.ઓ. સુધી વહીવટમાં શામેલ હોય તેવું દેખાય રહ્યું છે. જે સરકારી નિયમોનો ઉલાળીયો કરી ટેન્ડર વગરના અધિક રચી એ તેના મળતીયા દ્વારા રેસ્ક્યુ સેન્ટર બનાવાય રહ્યું છે. તે બાબતે ગમે તે વનવિભાગના અધિકારીઓ આ પ્રકરણમાં સામેલ હોય તે તમામ ઉપર કાયદેસર ફરીયાદ દાખલ કરવા લોક માંગ ઉઠવા પામી છે.

Previous articleલાઇટના અજવાળે જુગાર રમતા છ ઝબ્બે
Next articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી