સિહોરમાં સીસીટીવી પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ

893

સિહોર શહેરમાં વધી ગયેલી ગુનાખોરીને ડામવા માટે ૩ વર્ષ પૂર્વે લોકભાગીદારીથી  પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મુકવાનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. જેમાં સિહોરનાં લોકો અને વેપારીઓ દ્વારા પ્રોજેક્ટ માટે ૧૫ લાખ જેવી રકમ એક્ઠી કરીને પોલીસ મથકે અપાયેલ. ત્યારબાદ અનેક સર્વે થયા અને લોકો ત્રીજા નેત્રની રાહ જોઇ રહ્યા હતા પરંતુ આખરે સિહોરના સીસીટીવી કેમેરાનાં પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ મુકાયું હોવાનું ઇન્ચાર્જ પી.આઇ.સોલંકીએ જણાવ્યું હતું.

સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ તત્કાલિન પીએસઆઇ એસ.વાય. ઝાલા દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રોજેક્ટમાં વિશેષ જવાબદારીઓ સાથે આશરે ત્રણ વર્ષ પહેલા નક્કી કરાયા બાદ શ્રી ગણેશ પણ ન થયા અને અલ્પવિરામ આવી ગયો આ પ્રોજેક્ટ માટે સિહોરના વિવિધ અગ્રણીઓ વહેપારી મિત્રો પાસેથી સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ માટે મોટી રકમ નું દાન લેવામાં આવ્યું હતું પરંતુ આ દાનની મસમોટી રકમ અંદાજિત ૧૫ લાખ રૂપિયા પોલીસ પાસે સેફ છે છેલ્લા ત્રણ વર્ષથી ગંભીર ચર્ચા-વિચારણાઓ સાથે આશાનું કિરણ સમાન સી.સી.ટીવી પ્રોજેકટ ને લઈ ઘણીજ મિટિંગો થઈ એસ.પી.સુધી વાત પહોંચી ત્યાં પણ મિટિંગો થઈ આશ્વાસનો અપાયા, સરકારની મજૂરીઓની રાહમાં પ્રોજેક્ટ અટક્યો,ત્યારે આ કેમેરા પ્રોજેક્ટ ની માત્ર વાતોથી સિહોરમાં ગુનેગારો માં પણ ફફડાટ પેસી ગયો હતો ત્યારે અચાનક આ પ્રોજેકટ અંતર્ગત હાલ ઇન્ચાર્જ પી.આઈ સોલંકી દ્વારા આગેવાનો ની મિટીંગ બોલાવવામાં આવી અને ફરી એક વખત પોઇન્ટ સર્વે થયા આગેવાનોની ઉપસ્થિતિમાં સર્વે થયેલ પોઇન્ટ પર એક આશાનું કિરણ સમાન વડલા ચોક ખાતે એક પ્રાઇવેટ કંપની પાસે ડેમો કેમેરો પણ ફીટ કરવામાં આવ્યું કંપનીના માણસ દ્વારા વારંવાર આ પ્રોજેક્ટ ને લઈ પોલીસ સ્ટેશન ધક્કા ખાવાનું શરૂ થઈ ગયેલ કારણકે તેને પણ પોતાનું ટેન્ડર પાસ કરાવવું હતું પરંતુ સિહોરમાં એક જ ચર્ચા જાગી કે હવેથી કેમેરા એટલે કે ત્રીજા નેત્ર ની શરૂઆત થશે અને ગુનેગારી ઘટશે, મેઇન બજારમાં પાકીટ ચોરાતા અટકશે, ચિલઝડપ અટકશે ,ઝઘડાઓ અટકશે, આમ અનેક પ્રકારના ગુનાઓ અટકશે તેવી હૈયાધારણા બંધાઈ હતી ત્યારે આ પ્રોજેક્ટને લઇને વેપારીઓ ગેલમાં આવેલ પરંતુ આ પ્રોજેક્ટ ને લઈ શિહોર પીએસઆઇ કમ ઇન્ચાર્જ પીઆઇ સોલંકી સાથે  લોકસંસારના પ્રતિનિધિ કૌશિક વ્યાસે વાત કરતા તેમણે જણાવાયું કે તમામ વેપારીઓને જેને દાન ની રકમ આપી હોઈ તેવા લોકો પોતાનું દાન પરત મેળવવા માટે સિહોર પોલીસ સ્ટેશન તથા દીપકભાઈ નકુમ નો સંપર્ક કરે સિહોર તથા આજુબાજુ ના તાલુકાના વેપારી જેવોએ ઝ્રઝ્ર્‌ફ માટે દાન આપેલું હોઈ તેવો પરત મેળવી લે તેવું જણાવેલ

ત્યારે આવો મેસેજ વાયરલ થતાંજ સિહોર ના વહેપારીઓ માં ચર્ચાઓ જાગી હતી કે આ દાન ૩ વર્ષ પડ્યું રહ્યું આશાઓ બંધાતી રહી,છતાં મગનું નામ મરી ન પડ્યું તો ખરેખર આ શું છે. આમ સિહોર શહેરમાં સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ મુકાઇ જવા પામ્યું છે.

Previous articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી
Next articleટ્રકમાં રાખેલ દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો