ગુજરાત રાજ્યકક્ષાનો હોમગાર્ડ તાલીમ કેમ્પ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના માધવનગર મુકામે યોજાયો હતો જેમાં રાજ્યના તમામ ૩૭ જિલ્લાના હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા અહીં ભાગ લઈ બેઝીક તાલિમ મેળવી હતી.
તા ૦૨/૦૫/૦૧૯ થી ૧૪/૦૫/૦૧૯ કુલ બાર દિવસ સુધી આયોજિત આ હોમગાર્ડ બેઝિક તાલીમ કેમ્પમાં અમરેલી જિલ્લાના બાબરા હોમગાર્ડ યુનિટ ને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું હતું
અહીં આયોજિત આ હોમગાર્ડ કેમ્પમાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ હોમગાર્ડ જવાન મૌલિકભાઈ તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જીલ્લા વતી બાબરા યુનીટ ના કુલ પાંચ હોમગાર્ડ જવાનો મૌલિકભાઈ તેરૈયા યશપાલસિંહ, રાજેન્દ્રસિંહ, સત્યજીતભાઇ ભાવીનભાઇ આ કેમ્પ માં ભાગ લેવા પહોચ્યા હતા ત્યારે તાલીમ કેમ્પમાં લાઈન લે આઉટ માં પ્રથમ ઇનામ બાબરા યુનિટ ને પ્રાપ્ત થયું હતું જેનો સ્વીકાર હોમગાર્ડ જવાન મૌલિકભાઈ તેરૈયા દ્વારા કરવામાં આવ્યો હતો.
લાઇન લે આઉટ ના માર્ગદર્શક અશોકભાઇ જોષી (અમરેલી જીલ્લા કમાન્ડર) તથા સુરેશભાઇ શેખવા (રીક્રૃટ ઓફીસર અમરેલી) બાબરા હોમગાર્ડ યુનિટ ને લાઈન લે આઉટમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થતા બાબરા હોમગાર્ડ કમાન્ડર હસુભાઈ ખાચર કલાર્ક ગંભીરસિંહ સોલંકી સહિતના અધિકારી દ્વારા શુભેચ્છા પાઠવાઇ હતી.