ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગેની વિગતો આપવા જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશભાઈ ઠકકરે પત્રકાર પરીષદમાં કાર્યક્રમોની વિગત આપી હતી.પત્રકારને આવકારી ઠકકરે જણાવ્યું કે મતદાર યાદીમાં નામ છે કે કેમ તે ઓનલાઈન ચકાશી શકશે. કકાવાર યાદી, ફોર્મો અંગેની વાત ૬પ ટકા મતદારો નોંધાયાની વિગત, મહિલા નોંધણી ૮૦ વર્ષની ઉમરવાળા મતદારની ચકાસણી, જન્મમરણ રજિસ્ટર પ્રમાણે રદ કરવાની કાર્યવાહી વિગેરે બાબતો જણાવાય હતી.
તા. ૧-૧-ર૦૧૮ના રોજ જેની ઉંમર ૧૮ વર્ષ અથવા તેનાથી વધારે હોય અને મતદાર યાદીમાં નામ નોંધાયેલા ન હોય તેવા ૧૮ વર્ષથી મોટી ઉંમરના મતદારનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. એક વીધાનસભા મતદાર વિસ્તારમાંથી બીજા વિધાનસભા મતદાર વિસ્તારમાં રહેવા જતાં નવા વિધાનસભા મતદાર વિસ્તારની યાદીમાં મતદારનું નામ દાખલ કરાવવા માટે (વિધાનસભાનો મતદાર વિભાગ બદલાતો હોય ત્યારે જ.) ફોર્મ નંબર-૬માં સંપુર્ણ વિગતો ભરી જે તે સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાર યાદીમાં નોંધાયેલ નામ સામે વાંધો લેવા માટે અથવા નામ કમમી કરવા માટે ફોર્મ નંબર-૭માં સંપુર્ણ વિગતો ભરી જે તે સક્ષમ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે.