શહેર મધ્યે આવેલ ગંગાજળીયા તળાવ (ગામ તળાવ)નું નવીનીકરણ ભાવનગર મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈને આ તળાવમાં લાંબા સમયથી વસવાટ કરતા જળચર જીવોને પણ વિક્ટોરીયા પાર્ક સ્થિત કૃષ્ણસાગર સરોવરમાં છોડવામાં આવી રહ્યા છે. જેમાં આશરે એકાદ વર્ષ પૂર્વે રેસ્ક્યુ કરીને લાવવામાં આવેલ યાયાવર પક્ષી પેલીકનને આજે ભાવનગર વન વિભાગ તથા પક્ષી-પર્યાવરણપ્રેમી હર્ષ મકવાણા, હર્ષિત પટેલ, જય દવે, ચિન્મય બારૈયા, વિનોદ ડાભી તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અનિરૂધ્ધ ડાભી, બારોટભાઈ સહિતનાઓ મળી કુલ ર૦ થી વધુ જવાનોએ મહામહેનતે પેલીકનને પકડી વિક્ટોરીયા પાર્ક ખાતેના સરોવરમાં મુક્ત કર્યું હતું.