ગુજરાતમાં દલિતો પ્રત્યે અપમાન અને અત્યાચાર થઈ રહ્યો છે જે દુખ ની વાત છે, જીંદગીના મહત્વના લગ્ન પ્રસંગે વરઘોડા અટકાવવામાં આવે છે. ગુજરાતમાં આ પ્રકારે જાતિવાદનું ઝેર કોણ ફેલાવી રહ્યું છે, તેની તપાસ કરી અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ દલિત સેના પ્રમુખ ગાંધીનગર બાબુભાઈ મેસરવાળા અને ડૉ. ગુલાબચન્દ પટેલ સહિત આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને કરવામાં આવી હતી અને દોષિતને આકરી સજા ફટકારવામાં આવે, નહીં તો દલિત સેના દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચિમકી અપાઇ હતી.