પાલીતાણામાં કરણી સેના દ્વારા પદ્માવત ફિલ્મની રીલીઝ અટકાવવા માટે પાલીતાણા-સોનગઢ રોડ પર વિરોધ પ્રદર્શન કરી ટાયરો સળગાવતા પોલીસે કરણીસેનાના સભ્યોની અટકાયત કરી બાદમાં મુક્ત કર્યા હતા.
સુપ્રિમ કોર્ટ દ્વારા પદ્માવત ફિલ્મને દેશભરમાના થિયેટરોમાં પ્રદર્શિત કરવાની મંજુરી આપતા ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે અને કોઈપણ ભોગે ટોકીઝોમાં ફિલ્મ પ્રદર્શિન ન થાય તે માટે ઉગ્ર દેખાવો-વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. જે અન્વયે આજે સવારે પાલીતાણા સ્થિત કરણી સેનાના સભ્યો દ્વારા પાલીતાણા-સોનગઢ રોડ પર આવેલ નંદીની હોટલ પાસે મોટીસંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને ટ્રાફીકજામ કરી ટાયરો સળગાવી ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી હાય-હાયના નારા લગાવ્યા હતા. આ બનાવની જાણ પાલીતાણા પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કરણી સેનાના સભ્યોની અટકાયત કરી ધરપકડ કરાયેલ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી મોડીસાંજે મુક્ત કરવામાં આવ્યા હતા.
Home Uncategorized સોનગઢ-પાલીતાણા રોડ પર ફિલ્મ પ્રદર્શીત થતી અટકાવવા ચક્કાજામ, રોડ પર ટાયરો સળગાવ્યા