પાટનગર માટે ૧,૬૬૧ એકર જમીન આપનારા બોરિજવાસીઓ જ બે ઘર

575

પાટનગરની સ્થાપના વખતે ૧૪ ગામની જમીન સંપાદન કરવામાં આવી તેમાં બોરિજ ગામની ૧,૬૬૧ જમીનનો સમાવેશ થાય છે. પરંતુ આ જમીન આપનારા મુળ નિવાસી અને ખેડૂતોના વારસદારો હવે બેઘર થવાની સ્થિતિમાં આવી ગયા છે. તેથી આ મુદે તેમણે સરકારમા ફરીથી રજૂઆત કરી છે.

બોરિજ વિકાસ મંડળના પ્રમુખ ભરત દિક્ષિતે જણાવ્યું કે જમીન સંપાદન થયાના ૫૦ વર્ષ દરમિયાન અનેક વખત રજુઆત કરવા છતાં ક્યારેય ગામતળ વધારવામાં નહીં આવતા જમીન આપનારા મુળ નિવાસીઓની પેઢીઓને રહેઠાંણની સુવિધા મળી નથી. આ મુદ્દે સોમવારે બોરિજવાસીઓએ નવેસરથી સરકારને રજૂઆત કરાઇ હતી.

સરકારે મીન સંપાદન કરી ત્યારે રહેવાસીઓના છાપરાઓને બાદ કરતા તમામ જમીન લેવામાં આવી હતી. ત્યાર બાદ ૧૯૭૩ની સાલમાં સાબરમતી નદીમાં ઘોડાપુર આવતાં આખુ ગામ ડૂબી ગયુ હતું. તે સમયે દોડી આવેલા મુખ્યમંત્રીએ હાલની પ્રાથમિક શાળાના સ્થળ પર ગામ લોકોની હાજરીમાં ગામથળ પત્રકમાં લખાણ કરીને મામલતદાર તથા તલાટીની હાજરીમાં ગામ લોકોને ઉપરવાસમાં વસવાટ કરાવવાની વ્યવસ્થા કરવા સુચના આપી હતી. જેના પગલે રહેવાસીઓએ કોતરોની ખરાબાની જમીન મહા મહેનતે સમથળ કરીને ગામતળ હક્ક વિસ્તારમાં કાચા પાકા મકાન બનાવીને વસવાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ હવે આ જમીન આપનારા મુળ નિવાસી અને ખેડૂતોના વારસદારો હવે બેઘર થવાની સ્થિતિમાં આવી ગયા છે.

છેલ્લા ૪૭ વર્ષો દરમિયાન ગામતળ માટે અનેક રજૂઆત કરવામા આવી છે. વર્ષ ૧૯૭૦માં ખેડૂત સહાયક મંડળ દ્વારા અપાયેલા આવેદનના અનુસંધાને જાહેર બાંધકામ વિભાગ દ્વારા ઠરાવ નંબર ૬થી ગામતળનો ઠરાવ કરાયો હતો. જમીન આપનારા અન્ય ગામ ધોળાકુવા, આદિવાડા, સેક્ટર ૨૪ તથા ગોકુળપુરા માટે સરકારે અગાઉ રહેણાંકની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ આવો લાભ બોરિજ ગામને આપવામાં આવ્યો નથી. કલેક્ટરને અપાયેલા આવેદન પત્રમાં જણાવાયું છેકે આ વિકટ સમસ્યાનો ઉકેલ માનવીય સંવેદના રાખીને લાવવાનું જરૂરી છે.

Previous articleગુજરાતના આ વિસ્તારના લોકો પાણી માટેની લૂંટ કરવા મજબૂર બન્યા
Next articleપઝેશનમાં વર્ષથી વધુ વિલંબ તો ઘર ખરીદનાર રિફન્ડના હકદાર