લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલાં પશ્ચિમ બંગાળ રાજકીય રણસંગ્રામમાં ફેરવાઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મમતા બેનર્જી વચ્ચેની જંગ ઊઠક-બેઠક અને જેલમાં ધકેલી દેવા સુધી પહોંચી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે મથુરાપુરમાં રેલીને સંબોધિત કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે, વડા પ્રધાન મોદીને આટલું જૂઠું બોલવા માટે ઊઠક-બેઠક કરવી જોઈએ. તેઓએ ચૂંટણી પંચને બીજેપીનો ભાઈ ગણાવી, જેલમાં જવા માટે તૈયાર હોવાનો પડકાર ફેંક્યો હતો. સાથે જ મમતાએ પીએમ મોદી અને અમિત શાહને જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી.
આરોપ સાબિત કરો નહિંતર હું તમને જેલમાં મોકલી દઈશ.મમતાએ પીએમ મોદી પર નિશાન સાંધતાં કહ્યું કે, તેઓ(પીએમ મોદી)એ કહ્યું હતું કે, તે વિદ્યાસાગરની મૂર્તિ બનાવશે.
બંગાળ પાસે મૂર્તિ બનાવવાના પૈસા છે. શું તે ૨૦૦ વર્ષ જૂનું હેરિટેજ પાછું લાવી શકે છે? અમારી પાસે પુરાવા છે, અને તમે કહો છો કે, ટીએમસીએ કર્યું છે. શું તમને શરમ નથી આવતી?
આ ઉપરાંત મમતાએ રેલીમાં કહ્યું કે, ગત રાત્રિએ અમને જાણ થઈ કે, બીજેપીએ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી, જેથી નરેન્દ્ર મોદીની રેલી બાદ અમે કોઈ રેલી ન કરી શકીએ. ચૂંટણી પંચ બીજેપીનો ભાઈ છે, પહેલાં તે નિષ્પક્ષ હતો, અને હવે દેશમાં સૌ કોઈ કહી રહ્યા છે કે, ચૂંટણી પંચ બીજેપીને વહેંચાઈ ગયું છે.
રામમંદિના મુદ્દેનો ઉલ્લેખ કરીને મમતાએ કહ્યું કે, ૫ વર્ષમાં રામમંદિર બનાવી શક્યા નહી અને વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા માંગો છો? બંગાળના લોકો તમારી પાસે ભીખ નહી માંગે. મમતા બેનર્જીએ પડકાર ફેંકતાં કહ્યું કે, મને ખરાબ લાગી રહ્યું છે, પણ મારી પાસે કાંઈ બોલવા જેવું નથી. હું આમ કહેવા માટે જેલ જવા તૈયાર છું. હું સાચું બોલતાં ડરતી નથી. બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં બબાલ અને સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડ્યા બાદ ટીએમસી અને બીજેપી વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ છે. એટલું જ નહીં, રેલીમાં મમતા બેનર્જીએ ઇજીજીને આતંકી સંગઠન ગણાવ્યું, અને અમિત શાહને ગુંડા પણ કહી દીધા હતા.