સિહોર પંથકમાં દીપડાના આટાફેરાથી હવે ખેડુતોમાં ભયના માહોલ સાથે ફફડાટ ફેલાયો છે વાડીએ બાધેલ પાલતુ પશુઓની રોજ આ દીપડો મિઝબાની કરતું હોય ત્યારે માલધારીઓ અને ખેડુતોમાં ભયનો માહોલ સર્જાયો છે. સિહોર પંથકએ દીપડાના વસવાટ માટે બધી જ રીતે અનુકુળ છે. ત્યારે ધીમે ધીમે દીપડો સિહોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. સિહોર પંથકના ડુંગરાળ વિસ્તારના સપાટ મેદાનો અને નીલગાયની વસ્તી પ્રમાણના વધારે હોય દીપડાઓને આસાનીથી શીકાર મળી જાય છે. આ ઉપરાંત માલધારીઓ અને ખેડુતોએ પોતાના માલઢોર વાડીએ બાંધેલ હોય છે તેનો પણ આસાનીથી શિકાર કરી ખોરાક મળી જાય છે. ત્યારે હવે આ દીપડાઓ આગળ વધીને સિહોરના ડુંગરીયાળ વિસ્તારોમાં સ્થાઈ થઈ રહ્યા હોય તેમ લાગે છે. છેલ્લા ઘણા દિવસોથી સિહોરના મેઘવદર જાળિયા, કનાડ સહિતના ડુંગર વિસ્તારોમાં દીપડો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં રાની પશુઓ ઓછા જોવા મળતા જેના કારણે માલઢોરને ખુલ્લામાં બાંધેલ હોય છે જેનો લાભ આ દિપડાઓ લઈ રહ્યા છે. આજે નવા જાળીયા ગામે પદ્યુમનસિંહ મંગલસિંહની વાડીએ બાંધેલ વાછરડાનું મારણ કર્યુ હતું ત્યારે ખેડુતો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.