ગઢડા તાલુકાનાં ભંડારિયા ગામે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો

830

ભજન સમ્રાટ બ્રહ્મલીન પુ.સંતશ્રી કાનદાસ બાપુ ની જન્મ ભુમિ ગઢડા તાલુકાના ના ભંડારિયા ગામે રામદેવપીર મંદિર ના નિર્માણ અને પોતાના ભજનરસ થી સમગ્ર ગુજરાત ને અભિભૂત કરનાર પ.પુ.સંતશ્રી કાનદાસ બાપુ ની મુર્તિ  પ્રતિષ્ઠા અને સ્થાપના હેતુ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાઈ હતી.આ પ્રસંગે સૌરાષ્ટ્ર ના જાણીતા ભજનિકો હરસુખગીરી ગોસ્વામી, ભરતદાન ગઢવી તેમજ સમરસિંહ સોઢા દ્વારા  ભજની રમઝટ બોલાવી સંતવાણી કાર્યક્રમ મા રંગત રેલાવી હતી.

આ પ્રસંગે હરસુખગીરિ બાપુ દ્વારા કાર્યક્રમ નુ દિપ પ્રાગટય કરીને માદરે વતન  ભંડારિયા ગામના ૧૧૮ સરકારી સેવારત કર્મચારીઓ નુ શાલ અને શિલ્ડ અર્પણ કરી ને સન્માનિત કરાયા હતા.દુર દુર થી સંતવાણી કાર્યક્રમનો લાભ લેવા આવેલા ભાવિકોએ ભાવ,ભજન અને  ભોજન ના ત્રિવેણી સંગમ સમા વાતાવરણ થી મુગ્ધ થઈ દાન ની સરવાણી વહાવી હતી. આગામી સમયમાં ભંડારિયા ગામે દાન ની રાશિ વડે રામદેવપીર મહારાજ અને ભજન સમ્રાટ કાનદાસ બાપુ નુ ભવ્ય નિર્માણ કરવામાં આવશે. નવી પેઢી પણ પોતાના સુરિલા કંઠ વડે મંત્ર મુગ્ધ કરનાર પ.પુ.કાનદાસ બાપુ સામાન્ય દેવિપુજક પરિવાર મા અવતરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી આજે પણ તેમના વંશજો આ આ નાનકડા એવા ગામમાં વસવાટ કરે છે તથા આ દેવિપુજક પરિવારે કાર્ય ક્રમ ની પુર્વ તૈયારી રૂપ ગામમાં વસતા દરેક પરિવાર પાસે ઝોળી ફેરવી ને સામાજિક સમરસતા નુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પરબ ધામ સંત સેવા દાસ બાપુ ના અંતેવાસી કાનદાસ બાપુ ના દેવભૂમિ દ્વારકા તથા મુંબઈમાં કાંદિવલી ખાતે આશ્રમો આવેલા છે.

Previous articleગૌતમેશ્વર તળાવમાં સ્વચ્છતા અભિયાન જરૂરી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે