પાણી-ઘાસચારાની માંગણી મુદ્દે ૫૦૦ માલ-ઢોર સાથે પ્રાંત કચેરીનો ઘેરાવ

559

લાઠી તાલુકા કોંગ્રેસ ના આગેવાન જીલ્લા પંચાયત સદસ્ય મયુરભાઈ આસોદરીયા ની આગેવાની માં આજે ૫૦૦ થી વધુ અબોલ જીવો અને ૨૦૦ થી વધુ કાર્યકર ખેડૂતો માલધારી પશુપાલકો એ લાઠી નાયબ કલેકટર કચેરી નો તાળાબંધી સાથે ઘેરાવ કરવા માં આવેલો અને ઘાસચારો પાણીપાકવીમો સહિત ના મુદ્દે  સુત્રોચાર કરવા માં આવ્યાહતા જેના કારણે સ્થાનિક તંત્ર હરકત માં આવ્યું હતું

તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના પર્શ્નો માટે છેલ્લા કેટલાક સમય થી આવેદનો  આપવા માં આવે છે પરંતુ કોઈ નિરાકરણ નહી આવતા પ્રાંત કચેરી માં આજે જણાવ્યા મુજબ લાઠી વિસ્તાર માં અછત જાહેર કરાયા બાદ આજ સુધી ઘાસ વિતરણ કરવા માં આવ્યું નથી જેના કારણે પશુ પાલકો ની સ્થિતિ દયનીય બની છે અને આગામી દિવસો માં હિજરત કરવા ની નોબત આવી છે સાથો સાથ ગ્રામ્ય સુખાકારી માટે આવશ્યક પીવા ના પાણી અને પશુધન માટે શિમ વગડા માં પીવા ના પાણી ની વ્યવસ્થા હાથ ધરવા તેમજ ગામો ગામ રોજગારી આપવા માટે રાહત કામો શરૂ કરવા તેમજ ખેડૂતો ના મંજુર થયેલા પાક વીમા ની રકમ ચુક્ક્‌વા પ્રબળ માંગ કરવા માં આવી છે સામુહીક રજુવાત માં લાઠી તાલુકા ના આસોદર ભીંગરાડ ભટ્ટવદર મતીરાલા દહીંથરા કેરિયા પ્રતાપગઠ સહિત ના ગામો ના સરપંચો જોડવા પામેલ હતા આ તકે ઉપસ્થિત જીલ્લા પંચાયત સદસ્ય મયુરભાઈ આસોદરિયા ના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા ઉપરોક્ત બાબતે યોગ્ય કરવા માંટે ની કામગીરી ગતીમાં હોવાની હૈયાધારણા આપવા માં આવી છે જેમાં પ્રથમ ઘાસચારા અને ગ્રામ્યરોજગારી માટે મનરેગા યોજના થકી રાહતકામ ખોદાણ ની વ્યવસ્થા કરવા તંત્ર કટિબદ્ધ થયા નું જણાવ્યું છે સાથો સાથ પીવા ના પાણી માટે જે ગામડાં માં જરૂરીયાત હોય ત્યાં તુરંત વ્યવસ્થા કરી આપવા માં આવશે તેવું પ્રાંત અધિકારી ની હૈયાધારણા મળી હોવાનું આગેવાનો એ જણાવ્યું છે

આગામી ૨૫ તારીખ સુધી માં માંગ મુજબ ઘટતી કાર્યવાહી હાથ ધરવા માં નહી આવે તો બહોળી સંખ્યા માં એકત્રિતબની રસ્તા રોકો આંદોલન કરવા ચીમકી આપવા માં આવી છે આતકે આગેવાનો તાલુકા પંચાયત ઉપપ્રમુખ વજુભાઈ નવાપરિયા, ઘનશ્યામભાઈ રાઠોડ, સાજન ભરવાડ, નનુભાઈ લાડોલા, કાળુભાઈ લાઠીયા, કાળુભાઈ લાઠીયા, ગણેશ ભાઈ જોરૂભાઈ, રાજુ ગોસાઈ આ ચારે ચંદુભાઈ, ઘૂસાબાપુ સહિત મોટી સંખ્યા માં જનમેદની ગ્રામ્ય સરપંચો સાથે  ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઆશ્રમ શાળાની યુવતિ મોંગાલીયા વર્લ્ડ યુનિવર્સિટી ખાતે તિરંદાજી સ્પર્ધામાં ભાગ લેશે
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી