ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

782

લોકોને સાથે રાખી ટેબલે ટેબલે ફરીને અરજદારોના પ્રશ્નો ઝડપભેર ઉકેલતા સ્ટે.કમિ.ના સભ્ય વોરા

ભાવનગર મહાપાલિકાના પીરછલ્લા વોર્ડમાંથી ચૂંટાયેલા નગર સેવક અને વેપારી અગ્રણી અલ્પેશન વોરા કે જેઓ હાલમાં સ્ટેન્ડીંગ કમિટીના સક્રિય સભ્ય પણ છે. સરળ અને સીધા સાધા આ નગરસેવક સ્ટે.કમિટીના સભ્ય હોવા છતાં અરજદારોને તેના સવાલોમાં પૂરેપૂરો સંતોષ મળી રહે અને પ્રશ્ન ઝડપભેર ઉકેલાય તેવી સમાજ સેવાની ઉમદા ભાવનાથી વોરા અરજદાર લોકોને સાથે રાખી સેવાસદન કચેરીના વિભાગોમાં ફરી કોઇ પણ જાતની મોટાઇ વગર લોકપ્રશ્નોના ઉકેલો માટે પ્રજાલક્ષી કામગીરી કરી રહેલા અલ્પેશ વોરાની સેવા સદનમાં સારી એવી પ્રશંસાઓ પણ થતી રહે છે. તે જ લોકસેવાના કામની સાચી મુડી ગણી શકાય.

ચોમાસા પહેલા આગોતરા આયોજને પ્રિમોન્સુનની શરૂ થયેલી કામગીરી

ભાવનગર મહાપાલિાક ડ્રેનેજ વિભાગ દ્વારા ચોમાસા પહેલા આગોતરા આયોજન જેવી નદી-નાળા, ગટરો, મેનહોલો, સાફસુફીનું કામ સઘન રીતે ચાલી રહ્યું છે. ડ્રેનેજ વિભાગે રૂા.૨૨ લાખ ઉપરાંતના ખર્ચે આ કામગીરીનો પ્રારંભ કર્યો છે. ડ્રેનેજ કમીટીના ચેરમેન હરેશ મકવાણા લોકપ્રશ્નોના ખૂબ જ જાણકાર હોવાના કારણે તેઓ દ્વારા ચોમાસા પહેલા આવી મહત્વની પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરાવી છે. મકવાણાએ ડ્રેનેજ અધિકારી પરીખને પણ પ્રજાલક્ષી માવી કામગીરી ઝડપભેર કરીને સ્પષ્ટતાના આ પ્રશ્ને જાગૃતિ પૂર્વકની કામગીરી કરવાના તંત્રને તાકિદ કરી છે. આવી કામગીરી કુંભારવાડા, હાદાનગર, સત્યનારાયણ સોસાયટી વિગતે લત્તામાં થઇ રહી છે.

જુનમાસમાં શિક્ષણ કમિટી ચેરમેનની ચૂંટણી થશે : બે ત્રણ સભ્યો મેદાનમાં

આગામી જૂન માસમાં ભાવનગર મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ કમિટીના ચેરેમેન ડે.ચેરમેનની તૈયારીઓ શરૂ થઇ રહી છે. ચેરમેન તરીકે હાલમાં નિલેશભાઇ રાવળ છે. તેઓ શિક્ષણ પ્રેમી તરીકેની શિક્ષણ ક્ષેત્રે ઉમદા છાપ ધરાવે છે. ચેરમેન પદની આ ચૂંટણી માટે શિક્ષણ સમિતિના કેટલાક સભ્યો ચેરમેન પદ માટે મેદાને આવી રહ્યા છે. જેમાં કમલેશભાઇ ઉલ્વા, વર્ષાબા પરમાર, ગાંધી વિગેરેના નામો સંગઠન પાંખમાં ચર્ચાવાની શરૂઆત થઇ રહી છે. જેમાં ખાસ કરીને ઉલવા તેની રાજકિય વગનો ઉપયોગ કરવા સક્રિય બની રહ્યાનું નગરસેવક વર્તુળમાંથી જાણવા મળે છે.

રૂા.૭૫ કરોડ ઉપરાંતના ખર્ચે રોડ રસ્તાના કામો થશે

ભાવનગર મહાપાલિકા રોડ વિભાગ દ્વારા તંત્રમાં મંજૂર થયેલા ૨૦૦ રોડ રસ્તાના કામો પૈકી ૧૨૦ કામો શરૂ કરેલ જેમાંથી ૪૮ રોડ રસ્તાના કામો પૂરા થયા છે. બાકીના કામો ગતિમાં છે. તેમ રોડ એન્જિનિયર મકવાણાએ સેવા સદન ખાતે એક વાતચીતમાં જણાવ્યું હતું. આ કામો ચોમાસા પહેલા પૂરા કરાશે. તેમણે કહ્યું કે રૂા.૧૩ કરોડ અને પર કરોડના આવા રોડ રસ્તાના કામો ત્વરીત ચાલુ કરી પૂરા કરાશે. આ કામોમાં પેવર, આરસીસી, પેવીંગ બ્લોક અને મેટલ ગ્રાઉન્ટીંગના કામોનો સમાવેશ થાય છે.

Previous articleપાણી-ઘાસચારાની માંગણી મુદ્દે ૫૦૦ માલ-ઢોર સાથે પ્રાંત કચેરીનો ઘેરાવ
Next articleઅર્બન મેલેરિયા વિભાગ દ્વારા ડેન્ગ્યુ દિવસ નિમિત્તે રેલી