ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના ચિત્રા વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં રસ્તાની બંને તરફનાં લોકો દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવેલ.
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મહાપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. શહેનરા કાળીયાબીડ, સાગવાડી વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા શહેરના ચિત્રા વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા શહેરના ચિત્રા એસ.ટી. વર્કશોપ સામે આવેલ રામદેવનગર, ભાવના સોસાયટીને જોડતા રોડ પરના ગેરકાયદે દબાણ, બાંધકામ તોડી નાખવામાં આવ્યા હતા. આ રોડ સીક્સલેન કરવાનો હોય દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અને મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ રાખવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.