ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લેતી ગારિયાધાર પોલીસ

729

આજરોજ બાતમી રાહે હકીકત મળેલ કે પાલીતાણા તરફથી એક મો.સા.માં આશરે ૨૦ થી ૨૨ વર્ષની ઉંમરના યુવકો ચોરીમાં ગયેલ મુદ્દામાલ લઇને વેચાણ અર્થે આવવાના છે. તેવી હકીકત મળતાં વોચ દરમ્યાન આરોપી હરેશ ઉર્ફે અની મથુરભાઇ પરમાર દે.પૂ. (ઉ.વ.૧૯) રહે. રાપીયાધાર, તા.પાલીતાણા, તથા વિશાલ ઉર્ફે તોડો રાજુભાઇ વાઘેલાને ઝડતી કરતો તેના પેન્ટનાં ખીસ્સામાંથી સોનાની ચીજ વસ્તુઓ કિ.રૂા.૪૩૫૦૦ મળી આવેલ જેની તપાસ હાથ ધરતા આ મુદ્દામાલ આરોપીઓએ આજથી સાત દિવસ પહેલા રૂપાવટી ચોક રોડ પાસે રહેતા કિરીટભાઇ પ્રભુદાસ જીવરાજાણીના ઘરેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ. જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ દરમ્યાન આરોપીઓએ સિહોર પોસ્ટે વિસ્તારમાં ગત વર્ષમાં પણ ત્રણ ઘરફોડીના ગુન્હા કર્યાની કબુલાત આપેલ હતી. જ્યારે આ આરોપીઓ પાસેથી સોના-ચાંદીની વસ્તુ કિ.રૂા.૪૩૫૦૦ તથા એક મો.સા.૪૦,૦૦૦ રૂા. તેમજ ચોરી દરમ્યાન વપરાયેલ હથિયારો સહિત કુલ રૂા.૮૩૭૦૦ ગારિયાધાર પોલીસ દ્વારા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે. આ સમગ્ર ગુન્હા ઉકેલની કામગીરીમાં પોસઇ કે.એમ.ચૌધરી, પો.સ.ઇ. એમ.પી.પંડ્યા, સ્ટાફના પી.કે.ગોહિલ, વિજયભાઇ રબારી, શક્તિસિંહ સરવૈયા, કલ્પેશભાઇ જોગદીયા, જે.એમ.ડાંગર, મહિપાલસિંહ સરવૈયા, અનિલભાઇ પાવરા, જીતેન્દ્રભઆઇ મકવાણા, કમલગીરી ગૌસ્વામી દ્વારા ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલની કામગીરી કરેલ.

Previous articleચિત્રા રામદેવનગર સહિતની સોસાયટીનાં ગેરકાયદેસર દબાણો હટાવતું મહાપાલિકા
Next articleભાવનગર યુનિ. દ્વારા યોજાયેલ સમર કેમ્પનું થયેલું સમાપન