રાજપરા નજીક અકસ્માત : એક નુ મોત એક ગંભીર

1555

મથુર ચૌહાણ દ્વારા.. બોરડા. ભાવનગર તળાજા હાઈવે પર તળાજા ના રાજપરા નજીક અકસ્માત સર્જાયો હતો જેમા એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે તેમની સાથે રહેલ વ્યક્તિ ને લોહીયાળ ઈજા થઈ હતી તેમને ભાવનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા રાજપરા ગામ નજીક રોડ પર સામ સામે બાઈક અથડાતા રાજપરા ગામના  જ ઠાકોર કોળી સમાજ ના વિસાલ ભાઈ મુન્ના ભાઈ સોલંકી નુ ધટના સ્થળે કમકમાટી ભર્યું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે તેમની સામે ની બાઈક સવાર ને ઈજા પહોંચી હતી તેમને પણ તાકીદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશ ને તળાજા પીએમ માટે મોકલી આપી હતી અને કાનુની કાર્યવાહી હાથ ધરી હતી ઘટના બનતા તળાજા હોસ્પિટલમાં ઠાકોર કોળી સમાજ ના આગેવાનો અને તમામ  સમાજ ના આગેવાનો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર મળે અને પીએમ તાત્કાલિક થાઈ અને પરીવાર ને સાતવના આપી હતી  પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

ઉક્ત ઘટનાની તળાજા રેફરલ હોસ્પીટલ પરથી મળતી વિગતો અનુસાર રાજપરા-૨ ગામના રસિક ધીરૂભાઇ મકવાણા પોતાની બાઇક પર ધો.૧૧ માં અભ્યાસ કરતા આ જ ગામનો યુવાન વિશાલ મનુભાઇ સોલંકી (ઉ.વ.૧૭) ને બેસાડી નજીકના પેટ્રોલ  પુરાવા જતા હતા તે સમયે જ પસાર થતી બાઇક સાથે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થી વિશાલનું સથળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજેલ છે. સાથે સામેની બાઇક પર સવાર મુકેશ મનુભાઇ ગોહેલ (રે.ત્રાપજ) મિલન જીવાભાઇ ગોહિલ (રે.ભાવપ્નગર) ને ઇજાઓ થતા તણસા ૧૦૮ દ્વારા તળાજા અને ત્યાંથી ભાવનગર ખસેડવામ્‌ આવ્યા.

Previous articleભાવનગર યુનિ. દ્વારા યોજાયેલ સમર કેમ્પનું થયેલું સમાપન
Next articleદલિત અધિકાર મંચે આવેદન આપ્યું