બિલ્ડરોએ હાર્ડ કોપી મોડી રજૂ કરવા બદલ દિવસ દીઠ રૂ. ૧૦૦૦નો દંડ આપવો પડશે

1233
guj2012018-4.jpg

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતા પ્રોજેકટની ઓન લાઇન અરજી કર્યા બાદ હાર્ડ કોપી સાત દિવસમાં જ રજૂ કરવા ઠરાવાયું છે તેમ ન કરનાર ડેવલપર પાસેથી પ્રતિ દિન રૂ.૧૦૦૦નો દંડ વસૂલવામાં આવશે.
ગુજરાત ક્રેડાઇએ રેરા ઓથોરિટી સામે આ જોગવાઇ બાબતે રજૂઆત કરીને માગ કરી છે કે ડેવલપરને ચેક લિસ્ટ આપવાં જોઇએ. રેરા દ્વારા ડેવલપરોને ટ્રેનિંગ પ્રોગ્રામ પણ આપવો જોઇએ. રાજ્યના મોટા ભાગના ડેવલપરો હજુ સુધી તેમના ચાલુ પ્રોજેકટની ઓન લાઇન મંજૂરીની કાર્યવાહી કરી શકયા નથી ત્યારે આ પ્રકારના આદેશને લઇને ડેેવલપરો નારાજ થયા છે. તાજેતરમાં રેરા ઓથોરિટીના આ આદેશમાં એવી પણ સમજ આપવામાં આવી હતી કે જો ર૪ નવેમ્બર ર૦૧૭ પહેલાંની ઓન લાઇન અરજીની હાર્ડ કોપી તા.૩૦ નવેમ્બર પછી રજૂ કરવામાં આવે તો ૧લી ડિસેમ્બરથી પ્રતિ દિન રૂ.૧૦૦૦ લેખે વિલંબિત પ્રોસેસ ચાર્જ લાગશે. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ફીના નિયમો રાજ્યમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયા છે. જેમાં સૌથી મહત્વની જોગવાઇ એ છે કે ૧લી મે ર૦૧૭ પહેલાં જે બાંધકામ માટે બી.યુ. પરમિશન નહીં મળી હોય તેમને રેરાના નવા નિયમો લાગુ પડશે એટલું જ નહીં તેનો અમલ પણ કરવો પડશે.
બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા બિલ્ડર ડેવલપર પ્રોમોટર્સ રિયલ એસ્ટેટ એજન્ટ અને ગ્રાહકોને રેરા લાગુ પડશે ૩૦ નવેમ્બર ર૦૧૭ સુધીમાં ઓનલાઇન અરજીની હાર્ડ કોપી રજૂ ન કરાઇ હોય તેવા ડેવલપરની સંખ્યા ઘણી મોટી છે. આ તમામને હવે પ્રતિ દિન રૂ.૧૦૦૦નો દંડ ભરવાનો આવે તો એક બિલ્ડર-ડેવલપરને અંદાજે ૭૦થી ૭પ રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે.

Previous articleરાજયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં નથી આવી : નીતિન પટેલ
Next articleરાજયના ૮ કોર્પોરેશન, ૧૦ હજાર ગામ અને ૧૬૮ નગરોને મળતાં નર્મદાના પાણીની અછત