બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)એ જાહેર કયુર્ં હતું કે ભારતનો ભૂતપૂર્વ લેગ-સ્પિનર નરેન્દ્ર હિરવાણી, રાષ્ટ્રની ટીમનો માજી વિકેટકીપર વિજય યાદવ અને રાષ્ટ્રીય સર્કિટની ક્રિકેટનો સિતારો સિતાંશુ કોટકની વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ તથા શ્રીલંકા સામે ઘરઆંગણે રમાનારી શ્રેણીમાં ઈન્ડિયા-એ ટીમના અનુક્રમે બૉલિંગ, ફિલ્ડિંગ અને બૅટિંગ કોચ તરીકે નિમણૂક કરાઈ છે.
નેશનલ ક્રિકેટ એકેડેમી (એન. સી. એ.)માં સ્પિન બૉલિંગના કોચ તરીકે કામગીરી બજાવેલ હિરવાણીએ ૧૭ ટેસ્ટ મેચની પોતાની કારકિર્દીમાં ૬૬ વિકેટ ઝડપી હતી તથા ૧૮ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભાગ લઈ ૨૩ વિકેટ મેળવી હતી.
કોટક સૌરાષ્ટ્રનો ચેતેશ્ર્વર પૂજારાના આગમન પહેલા શ્રેષ્ઠ બેટ્સમેન હતો જેણે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ૧૩૦ મેચમાં રમી ૧૫ સદી અને ૫૫ અડધી સદી સહિત કુલ ૮,૦૬૧ રન કર્યા હતા તથા નિવૃત્તિ પછી તે સૌરાષ્ટ્રની ટીમને તાલીમ આપી રહ્યો છે.
યાદવ નીચલા ક્રમના બેટધર અને વિકેટકીપર તરીકે ૧૯૯૦ના દશકામાં એક ટેસ્ટ અને ૧૯ વન-ડે મેચમાં રમ્યો હતો અને તેણે પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ૮૯ મેચમાં કુલ ૩,૯૮૮ રન નોંધાવ્યા હતા તથા ૨૩૭ કેચ પડ્કયા હતા અને ૪૬ સ્ટમ્પિંગ કર્યા હતા.