ગાંધીનગરના સાદરા ગામે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રીષ્મ બાળ આનંદ શિબિરનું આયોજન કરાયુ હતુ. જેમાં ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા અને તાપી જિલ્લાના મળીને ૭૦ બાળકો જોડાયા હતા.
બાળકોને હસ્તકલા, માટી અને કાગળકામ, અભિનય, ગીત જેવી પ્રવૃત્તિ કરાવવા સાથે સાયન્સ સિટી લઇ જઇને આકાશ દર્શન તથા ફીલ્મ દર્શન કરાવાયુ હતુ.
વિવિધ બાળ પ્રવૃત્તિમાં પ્રવિણભાઇ, પારસભાઇ, લાલજીભાઇ, બિન્દુબેન વિગેરે ટીમ સાથે જોડાયા હતા.