કોબા અને દંતાલી લૂંટ તેમજ શેરથામાં હત્યાના ગુનાને અંજામ આપતો સિરિયલ કિલિંગનો મામલો સામે આવ્યો હતો. સિરિયલ કિલિંગમાં કિન્નર રાનીની કોઈ સંડોવણી ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એટીએસે કિન્નરની પુછપરછ કરી હતી. પોલીસે જે સીસીટીવી જારી કર્યા છે તે પોલીસની પકડથી દૂર છે. મુંબઈ પોલીસ પણ લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યાના અનુસંધાનમાં ગાંધીનગરમાં ધામા નાખ્યા છે.
જિલ્લામાં ૩ હત્યાઃ ઓક્ટોબરથી સિલસિલાબંધ ૩ હત્યામાં એક સરખી પિસ્તોલ વપરાઈ હોવાનું જણાતા ગાંધીનર પોલીસે સીટની રચના કરી હતી. તેમાં અધિકારીઓ અને એન્જસીઓને સમાવવામાં આવ્યા હતા. હત્યાઓને અંજામ આપનાર હત્યારાનું પગેરું શોધવા સીટે સંખ્યાબંધ સ્થળોના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં એક શંકાસ્પદ ચહેરાની ઓળખ કરી હતી. સ્કેચ અને ફોટોગ્રાફ લોકોને બતાવાતા તેની ઓળખ રાની કિન્નર તરીકેની થઈ હતી.
ઈનામની જાહેરાતઃ ૩ હત્યાને ૪ મહિના વિત્યા છતાં આરોપી પકડાયો નથી. ત્યારે પોલીસે તપાસના આધારે તૈયાર કરેલા સ્કેચ જારી કરીને એક પત્રિકા બહાર પાડીને ઈનામ આપવાની જાહેરાત કરી હતી.