ગાંધીનગર પાસે આવેલા બાલવા ચાર રસ્તા પાસે અજાણ્યા તોફાની ટોળાએ બે એસ.ટી. બસોને નીશાન બનાવી પથ્થર મારો કર્યો હતો અને બસોના કાચ તોડી તોડફોડ કરી હતી જો કે પેસેન્જર ભરેલી બંન્ને બસોના પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો અને કંઈ પણ ઈજા થવા પામી ન હતી.
એક બસ અંબાજી જતી હતી ત્યારે બાવળા આગળ ટોળાએ બસ પર પથ્થરમારો કરી આગળનો કાચ તોડી નાખ્યો હતો જયારે બીજી બસ સુઈ ગામ જતી હતી ત્યારે તે ટોળાના આતંકનો ભોગ બની હતી.
અંબાજી તરફ જતી બસમાં ૭૦ થી ૭પ મુસાફરો હતા જેને ત્યાં જ ઉતારી લેવામાં આવ્યા હતા. તેવું ડ્રાઈવર કંડકટરે જણાવ્યું હતું. જયારે સુઈ ગામે જતી બસના ડ્રાઈવર-કંડકટરે જણાવ્યા અનુસાર તેમાં પ૦-પપ મુસાફરો હતા. અચાનક બસના આગળના કાચ ઉપર ટોળાએ પથ્થર મારી ફોડી નાખતા બસને આગળ લઈ જવાઈ હતે અને મુસાફરોનેે તાત્કાલિક ઉતારી લેવાયા હતા. ત્યારબાદ ટોળાએ તોડફોડ કરી એક સબને આગ લગાવી દીધી હતી. જેની જાણ થતાં જિલ્લા પોલીસ તથા ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ડ્રાઈવર કંડકટરના નિવેદનો પરથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.