બિયારણ કૌભાંડ મુદ્દે સરકાર અને તંત્ર સામે આક્ષેપો થઇ રહ્યાં છે, ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, બિયારણ મામલે કોઇ કૌભાંડ નથી. સાથે જ તેમણે કહ્યું કે, ખાતર મામલે ત્રણ દિવસમાં મામલો થાળે પડી જશે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. નકલી બિયારણ કોઇ કૌભાંડ નથી. એ સરકારે પકડેલું છે. એને કૌભાંડ કેવી રીતે કહેવાય? આ તો દરેક વખતે સિઝન પહેલાં સરકાર કડક પગલાં લે છે અને વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવે છે. જેથી કરીને ભવિષ્યમાં નકલી બિયારણથી ખેડૂતોની સિઝન નિષ્ફળ ન જાય. દર વર્ષે અનેક લોકો પકડાય છે.
તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદો આવતાં ય્જીહ્લઝ્રએ વેચાણ સ્ટોપ કરી દીધું અને દરેક બેગનું વજન કરીને શું ખામી છે? તેની તપાસ અધિકારીઓએ કરી. ભેજ ચુસાઇ જાય પછી તેનું વજન થોડું ઘટે. બીજી બાજુ, જે ઓટોમેટિક મશીન પર આ બેગો ભરાય છે તેના બ્લેક બોક્સને તપાસવામાં આવી રહ્યાં છે કે એમાં તો કોઇ ખામી નથી ને.
સરકારે નિર્ણય કર્યો છે કે, આ બેગોમાં ફરી ખાતર ભરવામાં આવે. ૫૦ કિલો પૂરું ખાતર આપવામાં આવે. જેમ-જેમ બેગો ભરાય છે તે તેમ-તેમ બેગો પાછી અપાઇ રહી છે.
ઉપરાંત વડોદરામાં દૂષિત પાણીની સમસ્યા અંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, જ્યાં-જ્યાં પાણીની સમસ્યા હતી, ત્યાં સરકારે કડક આદેશો આપેલા છે. જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે.