એલ.સી.બી. સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં તે બાતમીરાહે હકિકત મળેલ કે સિંધુનગર,સંતપ્રભારામ ચોક,રામ-બલરામ પાનના ગલ્લા પાછળ જાહેરમા અમુક ઇસમો મોબાઇલ ફોનની લાઇટ વતી ગંજીપતાનાં પાના-પૈસા તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચ સાથે રેઇડ કરતા જાહેરમાં મોબાઇલની લાઇટના અંજવાળામાં હારજીતનો જુગાર રમતા મહેન્દ્રભાઇ જેઠાનંદ બાલચંદાણી ઉ.વ.૨૯, સુનિલભાઇ અચુમલ કુકડેજા ઉ.વ.૩૪, જીગ્નેશભાઇ કનકભાઇ હરસોરા ઉ.વ.૩૩, અમિતભાઇ પ્રકાશભાઇ વલરાણી ઉ.વ.૩૨, પંકજભાઇ કિશનચંદ નેભરાણી ઉ.વ.૩૧ને ઝડપી લીધા હતા.
ઉપરોકત પંચેય ઇસમો જાહેરમાં મોબાઇલ ફોન ની લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીનપત્તીનો જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના રોકડ રૂ.૧૧,૭૧૦/-,મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૨૧,૦૦૦/-મળી કુલ રૂ.૩૨,૭૧૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.