એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ નાઇટ રાઉન્ડમાં તે રાજેન્દ્રસિંહ સરવૈયાને બાતમી રાહે હકિકત મળેલ કે નવાબંદર મફતનગર વિસ્તારમાં કનુભાઇ કોળીના મકાનની બાજુમા જાહેર જગ્યામાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતામીવાળી જગ્યા ઉપર પંચ સાથે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જાહેરમાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળામાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં જીતુભાઇ ભુપતભાઇ ગોહિલ ઉ.વ.૨૭, રાકેશભાઇ રમેશભાઇ રાઠોડ ઉ.વ.૨૮, હરેશભાઇ અશોકભાઇ મેર ઉ.વ.૨૧, સુરેશભાઇ ઓધાભાઇ વિસાવડીયા ઉ.વ.૩૧, વિજયભાઇ ઠાકરશીભાઇ મેર ઉ.વ.૩૦, અશોકભાઇ ભુપતભાઇ ખશીયા ઉ.વ.૩૪ જાહેરમાં ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીનપત્તીનો જુગાર રમી-રમાડતા મળી આવતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-,રોકડ રૂ.૪૬,૨૦૦/-,મોબાઇલ નંગ-૦૮ કિ.રૂ.૨૨,૦૦૦/-મળી કુલ રૂ.૬૮,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.